રાજકોટ તા. ૧૬ જાન્યુઆરી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા બેચરાજી સ્થિત સુઝુકી મોટર્સ ગુજરાતમાં હાંસલપુર પ્લાન્ટ માટે તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૪, શુક્રવારનાં રોજ સવારે ૦૯.૩૦ વાગ્યે જામકંડોરણા રોડ, ઓવર બ્રિજ પાસે આવેલ સરકારી આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત કંપનીમાં એપ્રેન્ટીસ માટે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩માં આઈ.ટી.આઈ. પાસ કરનાર તથા ફિક્સ ટર્મ કોન્ટ્રાકટ (FTC)ની જગ્યા માટે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ માં પાસ કરનાર એન.સી.વી.ટી. અથવા જી.સી.વી.ટી, આઈ.ટી.આઈ. ટ્રેડમાં ફીટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, ટ્રેક્ટર મિકેનીક, COE-ઓટોમોબાઇલ, મશીનિસ્ટ, પેઇન્ટર ટર્નર, ટૂલ એન્ડ ડાયમેકર અને પ્લાસ્ટીક પ્રોસેસીંગ ઓપરેટરની લાયકાત ધરાવતા ૧૮ થી ૨૪ વર્ષ સુધીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આઈ.ટી.આઈ.માં ઓછામાં ઓછા ૫૦% અને ધોરણ ૧૦ માં ૪૦% સાથે પાસ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. કંપનીના નિયમો મુજબ એપ્રેન્ટીસ ઉમેદવારોને રૂ.૧૬,૯૦૦/-પ્રતિમાસ CTC, ફિક્સ ટર્મ કોન્ટ્રાકટ ઉમેદવારોને રૂ.૨૧,૫૦૦/- પ્રતિમાસ CTC તથા ૨ જોડી યુનિફોર્મ, ૧ જોડી સેફ્ટી શુઝ, રાહતદરે રહેવા તથા જમવાની સુવિધાઓનો લાભ મળશે.
આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝ ફોટા, સ્કૂલ તથા આઈ.ટી.આઈ. ના અસલ પ્રમાણપત્રો (૫ ઝેરોક્ષ સાથે) સહિત જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે લાવવાનાં રહેશે. કંપની દ્વારા લેખિત પરીક્ષા તથા ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર :- ૭૩૮૩૧ ૩૬૮૪૭ , ૯૩૨૭૩ ૧૭૨૪૪, ૯૭૭૩૦ ૬૦૦૭૧, ૯૧૦૬૪ ૨૯૫૦૬ ઉપર અથવા આઈ.ટી.આઈ. ધોરાજીનો રૂબરૂ સંપર્ક કરવા પ્રિન્સિપાલશ્રી વિકાસ ભેંસાણીયાએ અનુરોધ કર્યો છે