દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ
તા :- ૧૭-૧-૨૦૨૪ બુધવાર ના રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ૩૫૭મી શ્રી ગુરૂ ગોબિંદ સાહેબજી ની જન્મ જયંતી ધામધૂમ થી ઉજવવામાં આવી ,
જેમાં સિંધી સમાજ ના ભાઈઓ – બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા ,જેમાં સવારે ૫ કલાકે અને સાંજે ૬ કલાકે નગર કીર્તન કાઢવામાં આવ્યું જેમાં સિંધી કેમ્પ વિસ્તાર માં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી અને આતિશબાજી પણ કરવામાં આવી , ગુરૂદ્વારા સાહેબ માં લાઈટ ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું , સિંધી કેમ્પમાં આવેલ બન્ને ગુરૂદ્વારા સાહેબમાં લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સિંધી સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.