રામ રથયાત્રાને સફળ બનાવવા માટે કમર કસતા મહેશ કસાવાલા. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ”અટલધારા” કાર્યાલયે બેઠકોનો ધમધમાટ

૨૫ એસોશીએશન, ૩૦ જ્ઞાતીના આગેવાનો અને મહિલા મંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ અને ર્ડાકટરશ્રીઓ સાથે બેઠક કરતા સક્રીય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા.
ત્રિદીવસીય હર્ષોલ્લાસથી સાવરકુંડલાની જનતા રામ લલ્લાના વધામણા કરશે : શ્રી કસવાલા..
સાવરકુંડલા બનશે અયોઘ્યા… સાવરકુંડલા નગરને લાઇટો દ્વારા સજાવાયુ.
સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા ૦૧ વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી અને સમૃઘ્ધી માટે લાવવાના પ્રયાસ કરી રહયા છે ત્યારે હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ ભારતની જનતાને શ્રી રામલલ્લાના વધામણા કરાવા માટે જે આહવાન કરેલ છે તેના અનુસંધાને તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોઘ્યામાં જયારે ભગવાનશ્રી રામલલ્લા પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે તેના બે દિવસ પહેલાથીજ ઉત્સવોની તૈયારી ભારત દેશમાં થઇ રહી છે. ત્યારે સાવરકુંડલા/લીલીયા વિધાનસભાના જાગૃત અને ગતીશીલ ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં શ્રીરામ ભકતોને તા.૨૦,૨૧,૨૨ જાન્યુઆરીમાં દરેક મંદિરોમાં પુજા અર્ચના, સાંસ્કૃતીક અને વિવિધ કાર્યક્રમો કરવામાં સુચન કરયુ છે ત્યારે ધારાસભ્યશ્રીના સત્વ ”અટલધારા” કાર્યાલય ખાતે શ્રી મહેશ કસવાલા દ્વારા બેઠકો કરવામાં આવેલ આ બેઠકમાં રામ રથયાત્રા, ચિત્ર સ્પર્ધા, મહાઆરતી, મ્યુઝીક સ્પર્ધા, ભોજન પ્રસાદ, હનુમાન ચાલીસા તેમજ આતીશબાજીનું આયોજન હોઇ જેના માટે ૩૦ જ્ઞાતીના આગેવાનો, સક્રય મહિલાશ્રીઓ, ર્ડાકટરશ્રીઓ તેમજ ચેમ્બરઓફ કોમર્સ તથા ભગતસિંહ યુવા ગૃપ, સદભાવના ગૃપ, ગાયત્રી મંદિર, લાયન્સ કલબ, કાટા એશોસીએશન, ફટાકડા એશોસીએશન, ગારમેન્ટ એશોસીએશન, એકતા ગૃપ, દાસારામ યુવક મંડળ, નિર્દોષાનંદ આશ્રમ ગૃપ, ગાંધીધરમશાળા, બાપા સિતારામ ગૃપ, લલ્લુબાપા શેઠ આરોગ્ય મંદિર, હિન્દુ યુવા સંગઠન, કર્મકાંડી બ્રાહમણ, સોની એસોશયેશન, વિરબાઇ ટિફીન સેવા, ઇન્ડીયન રેડક્રોષ, સર્મપણ ગૌસેવા, ગ્રાહક સુરક્ષ મંડળ, ખાણીપણી એશોસીફેશન, ગોવર્ધનનાથ હવેલી આ તમામ સાથે બેઠક કરી હતી અને ત્રિદવસિય કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવા તથા મંદિરોમાં, ગલીઓમાં, ઘરો પર તેમજ, ઓફીસો દુકાનો પર લાઇટીંગનો શણગાર કરવા અને હર્ષોલ્લાસથી રામલલ્લાના વધામણા કરવા હાંકલ કરી હતી તેમ ”અટલધારા” કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.