છેલ્લા ૨૦ વર્ષથી ધંધો છોડી ૩૬૫ દિવસ ગાય આધારીત ખેતીનો ભરતભાઈ પરસાણા પ્રચાર-પ્રસાર કરે છે. ભરતભાઈ પરસાણાને રાજકોટમાં પ્રશાંત કાસ્ટીંગ પ્રા.લી. ના નામથી એક્ષપોર્ટનું બહું મોટું કામકાજ સાથે સંકળાયેલા છે અને ખેતીનીજમીન ધરાવે છે અને ૨૦ થી વધુ શુધ્ધ ઓલાદની ગીરગાયો ધરાવે છે અને તેમનું ફાર્મ સંપુર્ણ ગાય આધારીત ઓર્ગેનીક ફાર્મ છે. તેમના ફાર્મની કોઈ પેસ્ટીસાઈડ યુકત દવાઓનો સંપૂર્ણ પણ ઉપયોગ કરવાની મનાઈ છે અને તે સંપૂર્ણ ગાય આધારીત દેશી પધ્ધતીથી ખેતી કરે છે. તેમના ફાર્મમાં જે—જે પ્રયોગો કરવામા આવે છે તેમાં (૧) એક ૨૦૦ લીટરનું બેરલ લઈ તેમાં ૫ થી ૧૦ લીટર ગૌમૂત્ર, બે કિલો ગોળ, બે લીટર તાજી છાશ બધાનું સંપૂર્ણ પણે મિશ્રણ કરી ૧ એકર જમીનમાં દર પંદર દિવસે પાણી સાથે તેને પીયત કરી દેવાનું, (૨)૧૦૦ કિલો દેશી ગાયનું ગોબર, ૫ થી ૧૦ લીટર ગૌમૂત્ર, બે કિલો ગોળની રબડી, બે લીટર તાજી છાશ આ બધું મિશ્રણ કરી સુકાઈ જાય એટલે પાયાના ખાતર તરીકે ૧ વિધા જમીનમાં આપી દેવાનું અને સ્પે કરવા માટે જયારે કોઈપણ પાક હોય ફલાવરીંગ આવે ત્યારે દર પંદર દિવસે ૨૫૦ મી.લી. દૂધ, ૧૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ મી.લી. ગૌમૂત્રનો છંટકાવ કરી દેવાનો અને રોગ આવે ત્યારે ૧ કિલો ગાંગડા હીંગને ૫ લીટર પાણીમાં પલાળવી તથા તેને ૨૪ કલાક રાખવી અને તેમાથી ૧૦૦ મી.લી. ગ્રામ લઈ તેમાં ૨૫૦ મી.લી. દૂધ, ૧૦૦ ગ્રામ ગોળ સાથે મિશ્રણ કરી સ્પે કરી દેવાનો આ અભિયાનથી પ્રેરાઈને ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભરતભાઈ પરસાણાનું શાલ ઓઢાડી બહુમાન કરેલ હતું. આ અભિયાન વિશ્વભરમાં ચાલી રહયું છે. અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોએ તેમના વિડીયો જોઈ લીધા છે આજની તારીખે પણ ૩૬૫ દિવસ ગામડાના પ્રવાસો ખેડી ખેડૂતોને ગાય આધારીત સંપૂર્ણપણે ઓર્ગેનીક ખેતીનું માર્ગદર્શન પુરું પાડી રહયાં છે.અત્યારે ગુજરાતમાં ૨૫ % ખેડૂતો ભરતભાઈના આ સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રયાસોથી ગાય આધારીત ખેતી કરી રહયાં છે.
દૂધ, ગોળ, ગૌમૂત્રની માહિતી જોઈએ તો દૂધમાં ૨૫ જાતના અલગ-અલગ તત્વો રહેલા છે, ગોળમાં પણ અસંખ્ય તત્વો રહેલા છે, ગૌમૂત્રમાં ૨૫ જાતના તત્વો રહેલા છે. આનો પ્રયોગ ખેતીમાં કરવાથી ફલીનીકરણ થાય છે અને ખાસ તો મધમાખી આવે છે. આ પ્રયોગ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહયો છે. આ પ્રયોગ ફકત રૂા. ૨૦ ના ખર્ચે થાય છે.
હાલમાં જ ભરતભાઈ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક મેસેજ દ્વારા જાણ કરી કે આ પ્રયોગ સમગ્ર ભારત દેશના ખેડૂતો કરે અને સરકાર પણ મારા પ્રયાસને સમગ્ર દેશમાં જો ફેલાવે તો અને સંપૂર્ણ ખર્ચ રહીત પ્રયોગ છે અને ભરતભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો દેશમાં કોઈપણ ખેડૂત જો તેનો સૂચવેલો આ પ્રયોગ પોતાના ફાર્મમાં, ખેતરમાં કે વાડીમાં કરવાથી તેનું રીઝલ્ટ જો ન મળે તો ભરતભાઈ દ્વારા રૂા. ૧૦૦૦,૦૦/- નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
ભરતભાઈએ વિશ્વના અતિ આધુનીક દેશો જેવા કે અમેરીકા, યુરોપ, ચાઈના, ઇઝરાયલ, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, સીંગાપોર, હોંગકોંગ વિગેરે સમૃધ્ધ દેશોની ખેતીનું બારીકાઈથી નીરક્ષણ કરી ચૂકેલા ભરતભાઈ કહે છે કે આ બધા દેશોમાં ખેતી સંપૂર્ણપણે પેસ્ટીસાઈડ યુકત થઈ રહી છે તેથી જો ભારત દેશમાં સંપૂર્ણ શુધ્ધ દેશી ગાય આધારીત અને ઉપર સૂચવેલા પ્રયોગ દ્વારા ખેતી થાય તો ભારત દેશનો ખેતી ક્ષેત્ર નંબર -૧ આવી જાશે પહેલાની જેમ ભારત સોને કી ચીડીયા હતો તેવી જ અત્યારે પણ ભારત સોને કી ચીડીયા બની જશે તેવું ભરતભાઈનું સ્વપ્ન છે.