ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ તારીખ 22 જાન્યુઆરીનાં રોજ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ખાતે નિર્માણ પામવા જઈ રહ્યું છે અને ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ રામોત્સવને ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળીનાં તહેવારની જેમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.
આ અવસરને વધાવવા વિદ્યાર્થી દ્વારા ખુબ સરસ મજાના ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિરના ચિત્ર બનાવવામાં આવ્યા હતા તેમજ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા રામાયણના પાત્રો જેમ કે રામ, સીતા, લક્ષ્મણ, શબરી, જટાયુ, કેવટ વગેરે જેવા પાત્રોનો અભિનય કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા વિદ્યાર્થીઓએ સ્કૂલ અને ક્લાસરૂમને અયોધ્યા નગરી જેમ શણગારી આ પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો.