રેલવે મંત્રાલયના આદેશ મુજબ વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેન (19218/19217)નું સ્ટોપેજ પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના નવાગઢ સ્ટેશન પર શરૂ થયું છે. માનનીય સાંસદ પોરબંદર (લોકસભા) શ્રી રમેશભાઈ ધડુકે 20.01.2024 (શનિવાર) ના રોજ નવાગઢ રેલ્વે સ્ટેશનથી માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાની ગરિમામયી હાજરીમાં ટ્રેનને ફ્લેગ ઓફ કરીને સ્ટોપેજનું શુભારંભ કર્યું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે:-
વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો નવાગઢ રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 13.42/13.43 કલાકનો રહેશે. એ જ રીતે, બાંદ્રાથી વેરાવળ જતી ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો નવાગઢ રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.57/03.58 કલાકનો રહેશે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, નવાગઢના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો અને નવાગઢના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનના સ્ટોપેજ સંદર્ભે માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુકે ત્યાં હાજર લોકો સાથે વાત કરી. લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો.