વિસાવદરતા.સમગ્ર દેશમાં જ્યારે ભગવાન રામના મંદિરને દેશ વાસીઓ માટે ખુલ્લું મુકાઈ રહીયુ છે અને સમગ્ર દેશ રામની ભક્તિમાં ભક્તિમય બન્યો છે ત્યારે સમગ્ર દેશમાં પણ આ ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેના થનગનાટ સાથે આજરોજ ગીરમાં બિરાજતા આદ્ય શક્તિ માતાજી કનકેશ્વરીનાં નીજ મંદિરે ભગવાન શ્રી રામજીની મહા આરતી યોજાઈ હતી
આજરોજ ગીરી કંદરાઓમા યુગોથી જ્યા માતાજીનો વાસ છે એવા પ્રાચીન અને પૌરાણિક તીર્થ ધામ કનકાઈ માતાજીનાં નીજ મંદિરે ભગવાન શ્રી રાચંદ્રજીની મહા આરતી અને પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૮-૦૦ કલાકે મર્યાદા પુરુષોત્તમશ્રી રામનુ પુજન કરવામા આવ્યુ હતુ ત્યાર બાદ મહા આરતી કરવામા આવી હતી ભગવાન શ્રી રામજી ને રાજભોગ ધરવામાં આવ્યો હતો આ રીતે માતાજી કનકેશ્વરીનાં નીજ મંદિરે ભગવાનશ્રી રામ જન્મ ભૂમિ પ્રાણ
પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી હતી.(ફોટા સાથે)
Author: ભાગવત ભૂમિ
Hi