અયોધ્યામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ ને લઇ 12 20 ની મહાઆરતી બાદ ડીજે ના તાલે સાથે સંગીતમય જય જય શ્રી રામના નારા સાથે એક કિલોમીટર કરતાં પણ વધારે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ ને લઈ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો
ગામની અંદર આવેલા રામજી મંદિરને રોશની સાથે શણગારી અને સુંદર સજાવટ કરવામાં આવી છે ત્યારબાદ સાંજની આરતીમાં દીપ ઉત્સવમાં ગોપી મંડળ દેવના બહેનો દ્વારા મંદિરના ગર્ભ ગ્રહમાં રામ નામના દીવડાઓને પ્રગટાવી આકર્ષણ કેન્દ્ર બનાવ્યું હતું ફુલોથી મંદિર શણગારવામાં આવ્યું હતું. ડ્રાય ફુટ લાડુ રેવડી લાપસી સહિતનો પ્રસાદ ધરવામાં આવ્યો હતોત્યારબાદ રામધુન સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં
શોભા યાત્રા બાદ પ્રાથમિક શાળાના તમામ બાળકોની બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું
ગામની અંદર રામજી ફરી પધારી રહ્યા હોય જાણે કે દિવાળીનો તહેવાર હોય તેવું માહોલ ઊભો થયો હતો આ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી
પરેશ લશ્કરી
Author: ભાગવત ભૂમિ
Hi