(1) દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે પૈસા રળી લેવાનો કારનામો
(2) દર્દી પાસે સારવારનાં નામે યોજનાનાં સંમતી કાગળમાઁ સહી
(3) દર્દીનું અકસ્માત જ નથી થયું તો પણ ફાઈલ ક્લેમ
(4) દર્દીના પરિવારે ઓનલાઇન માધ્યમથી પૈસા ચુકવેલા છે
પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાય ને શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધ્રાંગધ્રામાઁ થી સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્રારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે જો કે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવાઓ પણ છે જેમાં હોસ્પિટલ દ્રારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ paytm સ્વરૂપે છે.હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસે ને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપેલ છે ત્યારે સામાજિક કાર્યકર દ્રારા ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્રારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલ છે જો કે ચોક્કસ પુરાવાઓ હોવા છતાંય કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે. આ તકે પોલીસ દ્રારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે જેમાં હોસ્પિટલ દ્રારા દર્દી પાસે કોઈ રૂપિયો લેવામાં નથી આવ્યો અને દર્દીએ સંમતી આપી છે ત્યારબાદ તેમના દ્રારા સારવાર આપી ફાઈલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે જયારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં નથી આવી તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તેં ઓનલાઇન માધ્યમથી છે તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે.વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ 50 હજાર સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ એક રૂપિયો લઇ ન શકે તેમ જણાવેલ છે ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે.
રિપોર્ટ: રવિરાજ સિંહ પરમાર… ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi