ગોંડલ નો બહુચર્ચિત હાઈ પ્રોફાઇલ તબીબ પતિ-પત્ની કેસ માં પતિ લક્ષીત , સાસુ મંજુલાબેન અને સસરા મનજીભાઈ સાવલિયા ને નિર્દોષ ઠરાવતી કોર્ટ

હિરલ વાલજીભાઈ બૂંહા (દેવગામ) એ 2020 માં પતિ , સાસુ અને સસરા ઉપર ઘરેલુ હિંસા , દહેજ ,જાન થી મારી નાખવાની ધમકી અને મારપીટ નો ખોટો કેસ કરી ને સસરા પક્ષ ને હેરાન કરવા અને મિલકત મેળવવા માટે અમરેલી માં પોલીસ કેસ કરેલ અને ત્યાર બાદ પત્ની હિરલ એ તેણી ના માતા અંબાબેન,પિતા વલજીભાઈ બુહા , માસા ધીરુભાઈ ખાતરા, મામા દિલાભાઈ સેલડીયા એ મળીને ગોંડલ સ્થિત સાસુ ના કિંમતી બંગલા માં તાળા તોડી કબજો જમાવી ને રહેવા લાગેલી. સાડા ત્રણ વર્ષ કેસ ચાલ્યા બાદ પત્ની હિરલ અને પિયર પક્ષ ના સભ્યો દહેજ , મારપીટ અને ઘરેલુ હિંસા નો બનાવ માં એક પણ પુરાવા અને સાબિતી કોર્ટ સમક્ષ ન આપી શક્યા . અને ડો લક્ષીત ના વકીલ શ્રી એસ.પી.ભંડેરી ની સત્ય સાથે ની ધારદાર દલીલ ને કોર્ટે ધ્યાને રાખી ને પતિ , સાસુ અને સસરા ને સંપૂર્ણ નિર્દોષ છોડી ને સ્ત્રી તરફી કાયદાનો ગેરઉપયોગ થતા અટકાવી ને સમાજ ને એક ઉદાહરણ આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નીચલી કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટે પત્ની હિરલ ને સાસુ ની માલિકી ના બંગલા ને ખાલી કરી દેવા હુકમ કરેલ છે પણ હાલ સુધી પત્ની ને એ બંગલો ખાલી કરેલ નથી . આ ઉપરાંત પત્ની હિરલ એ પતિ પાસે થી ખોટી રીતે ભરણ પોષણ પણ મેળવે છે .

ઘણા સમયથી સ્ત્રી તરફી કાયદાનો ખોટો ઉપાયોગ કરી ને આવી સ્ત્રીઓ દ્વારા સસરા પક્ષ પાસે થી છુટા-છેડા માટે મોટી રકમ અને મિલકત વસુલ કરવાની ફેશન ચાલે છે . એ ગેરરીતી સામે ન્યાયમંદિરે એ સત્ય ના હિત માં ચુકાદો આપી ને સમાજ ને ન્યાયતંત્ર નો પરિચય આપ્યો છે
આ કેસ માં પતિ લક્ષિત તરફ થી ગોંડલ ના વકીલ શિવલાલ.પી.ભંડેરી , નિરંજય ભંડેરી , રવિરાજ ઠકરાર , વડિયા ના વકીલ બી.ડી.મકવાણા અને ડી.બી.રાઠોડ રોકાયેલા હતા.

Leave a Comment

Read More