ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી પ્રણવ શૈલેષ ત્રિવેદીને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાણીતા એડવોકેટ શ્રી પ્રણવ શૈલેષ ત્રિવેદીને ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.