પરબધામ ના પુજ્ય સંત શ્રી કરશનદાસ બાપુ અને મહામંડલેશ્વર શ્રી ગોરધનદાસબાપાના સાનિધ્ય માં આયોજન…
મોવિયાધામ માં પુજ્ય મહંત શ્રી ભરતબાપુ ના અધ્યક્ષ સ્થાને રામલલા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ડી.જે ઢોલ નગરા ના તાલે રાસ ગરબા સંત્સંગ સભા સાહિત્યો ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા નું સ્વાગત સન્માન સહ અનેક કાર્યક્રમો ની હારમાળા કરવામાં આવી હતી. રંગબેરંગી રંગોળી અને લાઇટ ડેકોરેશન થી રામજી મંદિર ને સણગારવામા આવ્યું હતું. મોવિયા ગામ માં સદગુરુ રામધુન મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રામલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ઉજવવા માટે મોવિયાધામ જાણે અયોધ્યામય બન્યુ હતું. સાંજ પડતાં જ પરબધામ ના પુજ્ય સંત શ્રી કરશનદાસ બાપુ અને બાંદરા ધામથી પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 ગોરધનબાપા ઉગારામબાપા ની જગ્યા એથી ખાસ રામલલા ના દર્શને પધાર્યા હતા. 400વર્ષથી પણ પુરાણી દેહાણ પરંપરા ની આ મોવિયાધામ વડવાળી જગ્યા ના ધુળીયા ચોરા ના રામજી મંદિર ના રામલલા ના દર્શન કરી ઓવરણા લીધા હતા. જગ્યા ના ઇતિહાસ ના જુના પુસ્તકો અને સાહિત્ય રુપી ઇતિહાસ ને વાગોળ્યો હતો. સાંજે દીપમાળા, રંગોળી અને ફટાકડા ની આતશબાજી થી દીપાવલી જેવો ધર્મમય ઉત્સવ ઉજવાયો હતો. ઉલ્લેખનીય છે કે દેહાણ ની પરંપરા ની આ મોવિયાધામ વડવાળી જગ્યા માં 450વર્ષ જુનું ધાર્મીક સાહિત્ય લીપી ભાષામાં લખાયેલું હજી અંકબંધ રીતે સચવાયેલું છે.