રાજકોટની ગોંડલ ચોકડી પાસેથી આજીડેમ પોલીસે આઇસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે
. પોલીસે ટ્રક સાથે 2 શખસને વિદેશી દારૂની 618 બોટલ સહિત ઝડપી પાડ્યા છે. ટ્રક ચાલકે ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.પોલીસ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ.ચાવડાની રાહબરીમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.વી.મારવણીયા, સોલવંટ ચોકીની ટીમ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવ બોસીયાનાઓને મળેલી બાતમીના આધારે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર ગોંડલ ચોકડી ઓવર બ્રિજ ઉપરથી આઇસર ટ્રક નં. MH-04FJ-7488ના ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાંથી 1,22,280ની કિંમતની 618 દારૂની બોટલ કબજે કરી હતી.જેમાં ટ્રક ચાલક ગુલાબનગર શેરી નં.2માં રહેતો 28 વર્ષીય રજની વનરાજભાઇ કેસરીયા તેમજ ગુલાબનગરમાં જ શેરી નં.5 માં રહેતા મજૂર 32 વર્ષીય વિકાસ ઉર્ફે વિકી દશરથસિંહ ગૌતમીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂની 618 બોટલ કબ્જે કરી હતી. સાથે જ ટ્રક, મોબાઈલ સહિત 3,73,280નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.