વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન તાજેતરમાં રામકુષ્ણ આશ્રમ ખાતે ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, વર્બ્સ ટેસ્ટ, વોકેબ્યુલરી ટેસ્ટ, હેન્ડરાઈટીંગ કોંમ્પીટીશનના વિજેતાઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ તરીકે માલતીબેન હરગોંવિદભાઈ જોબનપુત્રા તથા ભાગ્યેશ્વરીબેન રતીલાલ પોપટ એ આર્શીવાદ આપ્યા.
ગોંડલ એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર તથા એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર અને યુનિટી કલાસીસ ના પ્રોપરાઈટર ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા આમંત્રીત મહેમાનોનું શબ્દો તથા મોમેંટો આપી સ્વાગત કરવામાં આવેલ. આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્ના બેન પ્રકાશભાઈ ઠકરાર, ટ્રસ્ટી દિશાબેન રવિરાજભાઈ ઠકરાર તથા યુનિટી કલાસીસ ના સંચાલક સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને તેમના વાલીઓના હસ્તે મેડલ પહેરાવડાવી તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ જેનાથી તેજસ્વી વિધ્યાર્થીઓના માતા-પિતા ગર્વાન્વિત થયા. સન્માન સમારંભમાં વિધ્યાર્થીઓને ઠાકરશી ચા ગ્રુપ તરફથી શોપીંગબેગ ભેટ આપવામાં આવેલ તથા મહેમાનો માટે ગીફટ સેટ આપવામાં આવેલ. યજ્ઞેશઅદા, વિકીભાઈ, રથીનભાઈ, સિદ્વાર્થભાઈ, પારસભાઈ, કાર્તિકભાઈ, અજયભાઈ, ભાર્ગવભાઈ, અમનભાઈ, યશભાઈ તથા રામકુષ્ણ આશ્રમ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમને ભવ્ય બનાવવા સુંદર સાથ-સહકાર મળેલ.