ગોંડલ નાગરીક બેંક દ્વારા બીજા વર્ષે પણ બેંક નાં ૬૦,૦૦૦ સભાસદોને ભેંટ આપવા નક્કી કરાયું હોય પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા સાંસદ રમેશભાઈ ધડુક નાં માર્ગદર્શન હેઠળ બેંક ને પ્રગતિ ની ટોચ પર પહોંચાડનાર ચેરમેન અશોકભાઈ પીપળીયા ની નિશ્રામાં તા. ૨૬ જાન્યુ.નાં બાલાશ્રમ ની બાળાઓનાં હસ્તે સભાસદ ભેટ વિતરણ શરુ કરાયુ છે.આ સમયે બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભેંટ વિતરણ ને લઈ ને સભાસદો માં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.