જિલ્લા કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ગૌરવ અપાવતી રામપરા પ્રાથમિક શાળાની ટીમ

ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાની બહેનોની કબડ્ડી સ્પર્ધા તારીખ 28/ 01 /2024 ના રોજ યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં અંડર 14 વય જૂથમાં ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાની બહેનોની ટીમે ભાગ લઈ રનર્સઅપ બની શાળાનું નામ રોશન કર્યું હતું.
આગામી દિવસોમાં શાળાની બાળાઓ ઝોન કક્ષાએ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત કરશે. આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Comment

Read More