કચ્છ – ભચાઉ તાલુકામાં ખાણ ખનિજ પગલે ઓવરલોડ વાહનો કોણ દોડાવી રહ્યુ છે? કોણ છે આકાઓ? તંત્ર શું લોકોને મોતનુ આમત્રણ આપી રહ્યુ છે?

ભચાઉમાં હાઈવે ઉપર એવુ તે કેવુ સેંટીગ કર્યુ છે કે અધીકારીઓ ને ટ્રકો દેખાતા જ નથી???

કચ્છ નું ખાણ અને ખનીજ વિભાગ બે નંબરના કારોબારીઓ એવા ઓવરલોડ વાહનચાલકો પર કોણ મહેરબાન બે રોકટોક વાહનો ની અવરજવર

કચ્છ ભચાઉ નેશનલ હાઈવે માર્ગો પર રેતી ભરેલા ટ્રકો ભરીને તંત્ર ની રહેમ નજર હેઠળ વાહન ચાલકો બેફામ બન્યા હોવાની લોક ચર્ચાઓ થવા લાગી છે વહેલી સવારે અને રાત્રે રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પસાર થઈ રહ્યાં છે. પરંતુ તંત્રને દેખાતા નથી. તો વળી કેટલીક વખત ખુલ્લા ડમ્પર રેતી લઈ જવાતી હોવાથી પાછળ આવતાં ટુ વ્હીલર ચાલકો ની આંખ પડતાં અકસ્માત થવાનો ભય રહેલો છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ કે ખાણ ખનીજ વિભાગ માત્ર જોવે છે. ક્યારેક જાગે તો બેચાર ડમ્પર પકડીને કાર્યવાહી કર્યાનો સંતોષ માને છે. જેના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. કચ્છ ખનિજવિભાગની સ્થિતિ રાત થોડી ને વેશ ઝાઝા જેવી હાલત છે અપુરતા મહેકમને પગલે જિલ્લાના મહત્વના માર્ગો પર ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં અસમર્થ હોય તેવી સ્થિતિમાં ફરજ બજાવવાની નોબત આવી છે જેના પગલે વાહનચાલકો છટક બારી કરીને ફરાર થઈ જતા હોવાનું ચર્ચાય રહ્યું છે.ભચાઉ તાલુકામાં રેતી ખનન ચાલે છે જે રોકવામાં તંત્ર સફળ રહ્યું નથી એવી લોકચર્ચાઓ વહેતી થઈછે સાથે સાથે રોયલ્ટી ભર્યા વિના કેઓવર લોડ વહન કરતા વાહનો પર બેફામ બન્યા છે. જિલ્લા નાઅનેક માર્ગો પર રેતી માટી ભરીનેજતા વાહન ચાલકો સામે દંડ વસૂલકરવા માં કે કાયદેસર કાર્યવાહી કરવા માં નિષ્ફળ ગયું છે એ ચોક્કસ કહિ શકાય

વહેલી સવારથી રાત સુધીમાંઆ માર્ગે અનેક ઓવર લોડ રેતી ભરેલ ટ્રક પસાર થાય છે જેના પગલેનાના વાહન ચાલકોને હેરાન ગતિ વેઠવી પડે છે . ખાણ ખનીજ અનેમાર્ગ મકાન વિભાગ ની બેદરકારીને પગલે અન્ય વાહન ચાલકો ને હેરાન થવાનો લોકોને વારો આવ્યો છે.

Leave a Comment

Read More

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો