સાવરકુંડલાના છેવાડાના વિસ્તારના લોકોનું નાવલી નદી પર બ્રીજ બનવાનું સપનું વિશાળ જનહિતના લાભાર્થે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની દુરંદેશી અને પાલિકા પ્રમુખની સહ્રદયતા દ્વારા સાકાર થશે

બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે પહેલાજ આ રસ્તો પંપ હાઉસ માંથી ચાલુ કરી આપવા નિર્ણય લેતા: ધારા સભ્ય કસવાળા…

સાવરકુંડલા હવે બનશે સુવર્ણ કુંડલા.. સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠેથી બીજા કાંઠે બારેમાસ આવજન જાવન કરી શકે તે માટે નદી પર બ્રીજનું સપનું સાકાર થશે આ સંદર્ભે વૉર્ડ નંબર 7 ના પ્રતિનિધી અને યુવા પત્રકાર સોહીલ શેખ દ્વારા આ વિસ્તારમાં પડતી હાલાકી ને પત્ર દ્વારા ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત ને ધ્યાને લઇ આ છેવાડાના વિસ્તારની ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માત્ર કાગળ પર નહી પરંતુ ખુદ સ્થળ પર હીમાંશુભાઈ ધાનાણી, નૈમીશભાઈ રાઠોડ, અજયભાઈ ધાખડા સાથે અધિકારીઓની ટિમ સાથે જઈને લોકોની હાલાકીનો વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી તલસ્પર્શી અભ્યાસ કરીને બ્રિજ બનાવવા માટે પ્લાનિંગ કર્યું. આમ ગણીએ તો આ વિસ્તાર મહુવા રોડ થી કે.કે હાઈસ્કૂલ રોડની વચ્ચે આવેલ નાવલી નદી પાર કરવી એટલે લોકોને માપે ભારે મુશ્કેલીવાળો હતો. જો કે એક ખરાં અર્થમાં જનપ્રતિનિધિ તરીકે આ બાબતની ધારાસભ્યશ્રી એ ગંભીર નોંધ લઈને જે વર્ષોની રસ્તો ઓળંખવા માટેની મુશ્કલીનો અંત લાવવા માટે આ રસ્તા પર બ્રિજ બનાવવામાં આવશે.જે છેવાડાના વિસ્તારો મણિનગર, નેરાવિસ્તાર, બીડીકામદાર, કેવડાપરા, હાથસણી રોડ, ભાવના સોસાયટી તેમજ સ્કૂલ કોલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ લોકો માટે અત્યંત જરૂરી બની ચૂકેલા બ્રિજ બનાવવા માટેની તૈયારીઓ પુર જોશમાં થઈ રહી છે.
ખાસ તો દેશનુ ઉજ્વળ ભવિષ્ય જેના હાથમાં હશે એ વિદ્યાર્થી આલમ કે જે આ વિસ્તારને ક્રોસ કરીને મહુવા રોડ તરફ જાય છે. કે પછી વયોવૃદ્ધ, બિમાર કે અશક્ત કે નાના બાળકો પણ આ રસ્તો આસાનીથી ઓળંગી શકે તે માટે પણ બ્રીજની તાતી જરૂરિયાત હતી. અને આ બાબતની નોંધ સાવરકુંડલાના દુરંદેશી મિજાજ ધરાવતા ધારાસભ્ય દ્વારા લઈને એક વિશાળ જનહિતના લાભાર્થે હવે આ છેવાડાના વિસ્તારના નાવલી નદી પર બ્રીજ બનશે એ દિવસો પણ હવે દૂર નથી. લોકો પણ હવે સ્યંમ મનોમન બોલી રહ્યા છે કે ભાઈ આ ધારાસભ્ય નામના જ નથી પરંતુ ખરેખર ખૂબ કામના છે.. લલ્લુભાઈ શેઠ પછી લોકોએ પ્રથમ વખત આવા જનસેવા એ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં ધારાસભ્ય નિહાળ્યાં સોનામાં સુગંધ ભળે તેમ નગરપાલિકાની વર્તમાન શાસક ટીમ પણ ધારાસભ્યના આ કાર્યને મૂર્ત સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ તકે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શરદભાઈ પંડ્યા, શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા,વિજયસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકારીયા, શહેર સંગઠનના હેદેદારો, પાલિકા ના સદસ્યશ્રી ઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા….

Leave a Comment

Read More

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો