અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયત (એ બી એલ એલ એસ) ના જનરલ સેક્રરેટરી શ્રી અશોભાઈ રાવલ, ઉપ પ્રમુખ શ્રી લાલતીભાઈ કોટક, સેક્રરેટરી શ્રી કાંતિલાલ ઉમલાણી તેમજ શ્રી ચંદ્રકાન્ત સોની કોડીનાર સિંધી સમાજ ની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ સાલ પહેરાવી સન્માન કરવામા આવ્યું ત્યારબાદ શ્રી ચંદ્રકાન્ત સોની દ્વારા સ્વામી લીલશાહ મહારાજ ની પ્રાર્થના બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. સમાજ કેમ આગળ આવી શકે તેમજ સમાજ ના હાલના પ્રશ્નો વિષે શ્રી અશોભાઈ રાવલે વિષેશ માર્ગદર્શન આપ્યું, કોડીનાર તેમજ સુત્રાપાડા સિંધી સમાજ ના સુજાવો પર અમલ કરવા સમાજ કટિબદ્ધ છે તેવું શ્રી લલતીભાઈ કોટકે જણાવ્યું તેમજ કયાં કયાં નવા કાર્યો રાષ્ટ્રીય પંચાયત કરવાની છે તેની માહિતી પણ યુવાનો ને આપી હતી.
કોડીનાર લાડી લોહાણા સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ગુરુભાઈ વાધવાણી ના નેતૃત્વ હેઠળ યુવા મંડળની ટીમ કે જેમાં અજયભાઈ ધાનાણી, રાજુભાઈ કારવાણી, લવ કક્કડ, સાગર રામચંદાણી, સાગર વાધવાણી, તુલસીભાઈ જુમાણી તેમજ ઉમદા શેવાકીય કાર્યકરો શ્રી લાલુભાઇ રામચંદાણી, તુલસીભાઈ મનવાણી અને પ્રકાશભાઈ લછાણી (મહારાજ)એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi