વિસાવદર કોર્ટેના મિલકત જપ્તીના હુકમ બાદ વિજકપનીની ૫૦% લેણી રકમ ભરાઈ

વિસાવદરતા.વિસાવદર સિવિલ કોર્ટમાં ચાલતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરનાર નાજાભાઈ ભીમાભાઈ સાગઠીયાના વારસો (૧)અરવિંદભાઈ નાજાભાઈ સાગઠિયા(૨) પ્રવીણભાઈનાજાભાઈ સાગઠિયા તથા(૩) મનુભાઈ નાજાભાઈ સાગઠિયા રે.નાના કોટડા
સામે ચાલતી હોય તે દરખાસ્તમાં પ્રતિવાદી (૧)અરવિંદભાઈ નાજાભાઈ સાગઠિયા(૨) પ્રવીણભાઈનાજાભાઈ સાગઠિયા તથા(૩) મનુભાઈ નાજાભાઈ સાગઠિયાદ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદી ની ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો રજુ કરી આ મિલકત ઉપરથી રકમ વસુલ અપાવવા વિસાવદર કોર્ટમાં રે.દિ.દરખાસ્ત નંબર ૨૭/૨૩થી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે અરજી કરી રજુઆત કરતા અને ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશીની દલીલો દયાને લઈ પ્રતિવાદીની વિસાવદર તાલુકાના નાના કોટડાગામે આવેલ ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જિલ્લા કલેકટરને આદેશ કરતા ખળભળાટ મચી ગયેલ છે અને ૩૦દિવસમાં રકમ વસુલ નહિ આપે તો કલેકટર દ્વારા ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જુનાગઢ કલેકટર ને આદેશ કરેલો હતો અને કલેકટર સાહેબ જપ્તીનો હુકમ કરે તે પહેલાં દરખાસ્તના કામમાં ૫૦℅ જેવી રકમ ભરપાઈ થયેલ છે.

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…