ભાવનગર મહાનગર ભાજપના નગરસેવક સ્વ. ઉપેન્દ્ર્સિંહ ગોહિલનું નાની વયે અવસાન થતાં શહેર ભાજપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી

ભાવનગર લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત શહેર ભાજપ સંગઠને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી અર્પી.
ગત ૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શહેર ભાજપના સદસ્ય અને મહાનગર પાલિકાના નગરસેવક સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલનું નાની ઉંમરે અવસાન થતાં શહેર ભાજપના કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ.

સાલસ, નિખાલસ અને મળતાવડા અને નાની વયે વિદાય લેનારા સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલને કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, ભાવનગર લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ભાવનગરના સાંસદ શ્રી ભારતિબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, આગામી લોકસભાના સંયોજક શ્રી હરુભાઈ ગોંડલિયા, મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, નાગરિક બેન્ક અને શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ સંગઠન, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.