પેટીએમથી ફાસ્‍ટેગ રિચાર્જ નહીં થાય : NHAIના નિર્ણયથી ૨ કરોડ યૂઝર્સને અસર થશે


ફાસ્‍ટેગ પ્રદાન કરતી બેંકોની યાદીમાંથી પેટીએમનું નામ હટાવી દેવામાં આવ્‍યું છે IHMCL એ ૩૨ બેંકોની યાદી બહાર પાડી

નવી દિલ્‍હી, તા.૧૬: Paytmના ફાસ્‍ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્‍ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. NHAI એ એલર્ટ જારી કરીને લોકોને અધિકળત બેંકો પાસેથી ફાસ્‍ટેગ ખરીદવા વિનંતી કરી છે. Paytm ફાસ્‍ટેગ યુઝર્સને નવું ફાસ્‍ટેગ લેવું પડશે. હવે પેટીએમ પેમેન્‍ટ્‍સ બેંક ફાસ્‍ટેગ જારી કરવા માટે અધિકળત બેંક નથી. IHMCL એ ૩૨ બેંકોની યાદી બહાર પાડી છે જ્‍યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્‍ટેગ ખરીદી શકે છે. ફાસ્‍ટેગ પ્રદાન કરતી બેંકોની યાદીમાંથી પેટીએમ પેમેન્‍ટ બેંકનું નામ ગાયબ છે. પેટીએમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્‍યું છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, જે લોકોએ Paytm ટેગ મેળવ્‍યા છે તેઓએ તેને સરેન્‍ડર કરવું પડશે અને અધિકળત બેંકો પાસેથી નવા ટેગ ખરીદવા પડશે.

આ બેંકોમાંથી ફાસ્‍ટેગ ખરીદો : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા દ્વારા સોશિયલ મીડિયા હેન્‍ડલ X પર એક પોસ્‍ટ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્‍યું છે કે ફાસ્‍ટેગ સાથે કોઈપણ મુશ્‍કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્‍ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક ૩૨ બેંકોના નામ જાહેર કરવામાં આવ્‍યા છે, જેમાં Paytm નથી.

૨૯ ફેબ્રુઆરી પછી રિચાર્જ નહીં થાય

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ર્ભ્‍ીક્કદ્દળ પેમેન્‍ટ્‍સ બેંક ફાસ્‍ટેગ જારી કરતી અધિકળત બેંકોની યાદીમાંથી બહાર હોવાને કારણે, તેના લગભગ ૨ કરોડ વપરાશકર્તાઓને અસર થશે. આ યુઝર્સે હવે નવું ફાસ્‍ટેગ લેવું પડશે. ૨૯ ફેબ્રુઆરી પછી પેટીએમના ફાસ્‍ટેગને રિચાર્જ કરી શકાશે નહીં. આવી સ્‍થિતિમાં તેના યુઝર્સને મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. આરબીઆઈના નિર્દેશો અનુસાર, ૨૯ ફેબ્રુઆરી પછી, ફક્‍ત Paytm ફાસ્‍ટેગનું રિચાર્જ કરવું શકય નહીં હોય. જો તમારી પાસે પહેલાથી જ તમારા વોલેટમાં પૈસા ઉમેરવામાં આવ્‍યા છે, તો તમે ૨૯ ફેબ્રુઆરી પછી પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમારી પાસે તમારા Paytm ફાસ્‍ટેગને નિષ્‍ક્રિય કરવાનો અને તેની જગ્‍યાએ બીજી બેંકમાંથી જારી કરાયેલ નવો ફાસ્‍ટેગ મેળવવાનો વિકલ્‍પ પણ છે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.