કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે તારીખ ૧૭-૦૨-૨૦૨૪ ના રોજ ૧૬ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક માં કેવિકેના પ્રેસિડેન્ટ ચેરમેનશ્રી તરીકે શ્રી ચંદ્રકાન્ત કુંભાણી સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય. જેમાં કો ચેરમેન તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.બી.જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તથા જુદા- જુદા વિભાગીય અધિકારીશ્રીઓ ડો.એચ.સી.છોડવડીયા, જૂ.કુ.યુ.- જૂનાગઢ, ડો.જી.એસ.વાળા, સંશોધન વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર – મહુવા, શ્રી વાઢેર સાહેબ, શેરડી સશોધન કેન્દ્ર, કોડીનાર, શ્રી એ એમ કરમુર, નાયબ બાગાયત નિયામક, ગીર સોમનાથ, શ્રી નિલેશ ચાવડા, પ્રતિનિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી – ગીર સોમનાથ, શ્રી હરિભાઈ બારડ, પ્રતિનિધિ પ્રોજેક્ટ હેડ આત્મા, ગીરસોમનાથ, ડો. આશીષ કુમાર જા, સીઆઈએફટી-વેરાવળ, ડો.સ્વાતી મેડમ, સીએમએફઆરઆઈ- વેરાવળ, શ્રી મંજુલાબેન, સીએડીપી, કોડીનાર, શ્રી ડો.કથીરિયા, સાબરમતી આશ્રમ ગૌ શાળા, કોડીનાર, શ્રી દલસુખ વઘાસીયા, રીજીઓનલ પ્રોગ્રામ મેનેજર, એસીએફ, શ્રી કિરીટ જસાણી, પ્રોજેક્ટ હેડ, એસીએફ અને જુદા જુદા વિભાગોના સભ્યોએ આ સમિતિમાં હાજરી આપી હતી. આ મીટીંગમાં કેવીકે દ્રારા ગત વર્ષે ૨૦૨૩ દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ કેવીકેના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી જીતેન્દ્ર સિંહ અને તમામ ટીમે રજૂ કર્યો હતો અને આગામી વર્ષે ૨૦૨૪ માં થનાર કામગીરીનો અહેવાલ જે તે વિષય નિષ્ણાતોએ રજુ કર્યો હતો તથા કેવીકે દ્રારા ખેડૂતલક્ષી હિત કઈ રીતે થઈ શકે તે અંગે ઉપસ્થિત સમિતીના સભ્યોશ્રી પાસેથી માર્ગદર્શન અને સૂચનો મેળવ્યા હતા ઉપરાંત ઉપસ્થિત આ સમિતિના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોએ પોતાના સોનેરી સૂચનો આપ્યા હતા અને કેવીકે ટીમ દ્રારા થતી કામગીરીને સૌએ બીરદાવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi