રાજકોટ જિલ્લાના,જસદણ તાલુકાના, વિરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા જસદણ મામલતદાર કચેરી તથા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ. જેમાં ગત તારીખ – ૧૪/૦૨/૨૦૨૪ – બુધવારના રોજ તળાજા ગામે યોજાયેલ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ઉપસ્થિત આહિર સમાજના અગ્રણી ગીગાભાઈ જીવાભાઇ ભમ્મર દ્વારા સ્ટેજ પરથી ચારણ- ગઢવી સમાજ વિશે તેમજ સોનબાઈમાં વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો બોલેલ જેનો વિડીયો વાયરલ થયેલ છે, જેના લીધે સમાજની લાગણી દુભાયેલ છે, જેમાં વીરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ચારણ- ગઢવી તથા ક્ષત્રિય સમાજની ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર જાહેરમાં માંફી માગે અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું વિરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પોતાના નિવેદનમાં જણાવેલ છે.