આજરોજ મુન્દ્રા મધ્યે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત અગિયારમો સમુહ લગ્નોત્સવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો

આ વર્ષે સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ તરીકે શ્રી શકિતસિંહ જાડેજા (વિરાનીયા) ના નેતૃત્વ મા સાથે સમાજ ના ૭૦ જેટલા જોડકા એ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ પ્રસંગે સમાજ ના ઉપસ્થિત અગ્રણીઓએ નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ ના દાતાશ્રીઓ નું સન્માન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું.

*આ પ્રસંગે સંતો-મહંતો, માન. મહારાઓ શ્રી હનવંતસિંહજી સાહેબ ઓફ કચ્છ, કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ડેવલોપમેન્ટ કમિશ્નર શ્રી દિનેશસિંઘજી, પૂર્વ પ્રમુખશ્રી જોરાવર સિંહ રાઠોડ, નારણજી ભાઈ જાડેજા, શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સમૂહલગ્ન સમિતિ-૨૦૨૪ ના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા સહિત સમાજ ના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત ૧૧ મા સમૂહ લગ્ન મહોત્સવ મા આજરોજ મંગલમય પરિણય (ફેરે) થી જોડાયેલા સમાજ ના સર્વે ૭૦ નવદંપતી (વર વધુ) ને ખૂબ ખૂબ શુભકામનાઓ.

સાથે ખુબજ સરસ અને સફળ આયોજન કરવા બદલ શ્રી શકિતસિંહ જાડેજા (વિરાનિયા) અને સમગ્ર ટીમ, સમૂહ લગ્નોત્સવ ના સર્વે દાતાઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.