સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી”
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે તા. ૨૧-૦૨ બુધવારના રોજ રાત્રે 8:30 થી 11:00 શ્રી તખ્તસિંહજી ગોહિલ જાહેર લાઈબ્રેરી સ્વાધ્યાય હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે…
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં અધ્યક્ષ આદરણીય શ્રી ભાગ્યેશ જહા સાહેબ તથા અકાદમીના મહામાત્ર આદરણીયશ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબના માતૃભાષા પ્રત્યેની સજાગતા અને પ્રેમના આગવાં અને વંદનીય દ્રષ્ટિકોણના મેઘધનુષમાંથી ઉદભવેલ વિચારને વેગ આપતાં ગુજરાતભરમાં 151 જગ્યાએ માતૃભાષા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સાહિત્ય નગરી બોટાદમાં છેલ્લા ઘણાં વર્ષોથી આદર્શ રીતે ચાલતી અને અનેક શ્રેષ્ઠ સાહિત્યિક કાર્યક્રમો થકી સમગ્ર ગુજરાતમાં અજવાસી બની છે ત્યારે વધું એક ઉત્તમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે માતૃભાષા વિશે પરિસંવાદ અને ભવ્ય કવિ સંમેલન યોજાવાનું છે. જેમાં ગુજરાતના ટોચના સર્જક અને શ્રેષ્ઠ કવિ શ્રી મનોહર ત્રિવેદી ઉપસ્થિત રહી સૌને માતૃભાષાની મજાની વાતો સાથે માતૃભાષા મહિમાગાન કરવાનાં છે…સાથે ઘણાં મહાનુભાવોની અને સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ચરિતાર્થ થશે માટે બોટાદમાં સૌ સાહિત્ય પ્રેમીઓને આ પોતિકા પર્વમાં પધારવા હૃદયથી આમંત્રણ છે આવું આ કાર્યક્રમનાં સંયોજકશ્રી પ્રવીણભાઈ ખાચરે યાદીમાં જણાવેલ છે.