ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ની ટિમ રાત્રી દરમિયાન શહેરી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તેં દરમિયાન dysp સ્કોડના કોન્સ્ટેબલ મયુરભાઈ ચાવડા ને મળેલ બાતમી આધારે એક સફેદ કલરની સ્વીફ્ટ ને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ પોલીસને જોતા જ સ્વીફ્ટનાં ડ્રાંઇવર ઈસમ દ્રારા ગાડીને પૂરપાટ ભગાડવામાં આવી હતી જેનો પીછો કરી ડીવાયએસપી સ્કોડ દ્રારા ધ્રાંગધ્રા આંબેડકર નગરમાં રામજી મંદિર પાસે સ્વીફ્ટ ને આંતરી હતી. જો કે ગાડી પકડવામાં ધ્રાંગધ્રા શહેરમાં ફિલ્મી દ્રશ્યો માફક ચોર પોલીસ નો ઘાટ બન્યો હતો જેમાં આરોપીઓ સ્વીફ્ટ ને મૂકીને નાસી છૂટ્યા હતા પણ પોલીસે રૂપિયા 48,450/- નાં 57 નંગ વિદેશી દારૂ અને ગાડી કુલ મુદ્દામાલ 3,48,450/- રૂપિયા નો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટ : રવિરાજ સિંહ પરમાર.. ધ્રાંગધ્રા