ગામના સેવાના ભેખધારી સ્વ. અમરસિંહ દિપસિંહ ગોહિલના સ્મરણાર્થે તારીખ 25/2/2024નાં રોજ સર્વરોગ નિદાન, સારવાર, બ્લડ ડોનેશન અને બ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન શ્રી મોરચંદ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવેલ.
આ કેમ્પમાં ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામી વિવેકાનંદ હોમીઓપેથીક મેડીકલ કોલેજ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કરવામાં આવેલ. જેમાં 350 કરતા વધારે દર્દીઓએ લાભ લીધેલ.સર. ટી. હોસ્પિટલ ભાવનગર બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ જેમાં 12 બોટલ રક્ત જમાં કરવામાં આવેલ. શાળાના બાળકોનું બ્લડ ગ્રૃપીંગ પણ કરી આપવામાં આવેલ.
Lઉપરોક્ત કેમ્પને સફળ બનાવવામાં મોરચંદ શાળા શતાબ્દી પર્વ સમિતિ દ્વારા ખુબજ સરાહનીય કાર્ય કરેલ. ગામના યુવાનો, વડીલો, બહેનો, બાળકો ઉત્સાહ થી આ કાર્યમાં જોડાયેલ,
સમગ્ર કેમ્પમાં ગામના અગ્રણી શ્રી ઘનશ્યામસિંહ અમરસિંહ ગોહિલ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ. મોરચંદ PHC દ્વારા દવાનો સહયોગ પ્રાપ્ત થયેલ. બધીજ સંસ્થાઓનું મોરચંદ ગ્રામ પંચાયત દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ.