ગોંડલ : ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થઇ છે. સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવતા મરચાની અઢળક આવક. થઇ છે. યાર્ડ સતાધીશોએ મરચાની આવકનો પ્રારંભ કરતા એક દિવસમાં ૬૫,૦૦૦ ભારી મરચાની આવક થઇ છે. યાર્ડની બહાર બન્ને બાજુ ૧૬૦૦ થી વધુ વાહનો અને ૫ થી ૬ કી.મી. લાંબી લાઈનો લાગી હતી. યાર્ડમાં મરચાની હરાજીમાં ૨૦ કિલો મરચાના ભાવ રૂપિયા ૧,૦૦૦/-થી લઈને ૪,૦૦૦/-સુધીના બોલાયા છે. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
Author: ભાગવત ભૂમિ
Hi