1. સમગ્ર રાજકોટ શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કેટલા વિસ્તારોમાં પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે? કયા કયા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે? આ વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકામાં ભેડવ્વામાં આવેલ છે?
2. શા માટે આ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન નાખી શકાઈ નથી ? આ જ્વાબદારી કોની ? કરોડો-અબજો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર શા માટે વામણું સાબિત થાય છે?
3. આ ટેંકરો ચાલુ છે આ વિસ્તારોમાં ઉનાડાની સીજનમાં વધુ પાણીની જરૂરિયાત રહેશે તો વધુ ટેન્કર ફાડવવા માંગો છો કે કેમ?
4. ભાદરથી રીબડા સુધીની પાણીની લાઈનમાં અવારનવાર ભંગાણ હોય છે તેને કારણે પાણીકાપ રહે છે. તે લાઈન ક્યારે નખાઈ છે, તેની આવરદા કેટલી છે અને છેલ્લા 3 વર્ષમાં તેમાં કેટલા સ્થળે લિકેજ રીપેર કરાયા છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરાય છે?
5. ન્યારીથી આજી વચ્ચેની એક્સપ્રેસ ફિડરલાઈનનો હાલ શુ ઉપયોગ થઈ રહ્યો છે ?
6. જ્યાં પાણીના મિટર લગાવાયા છે તેની પાછળ અત્યાર સુધીમાં કેટલો ખર્ચ થયો છે અને હજુ સુધી તેની પોલીસી નક્કી નથી થઈ ક્યારે થશે?
7. રાજકોટ શહેરને પાણીના કાયમી ઉકેલ માટે નવા ડેમ અથવા તો નવી લાઈન બિછાવવા માટે શુ આયોજન છે?
8. અત્યાર સુધીમાં પાણીના નવા સ્ત્રોત માટે કેટલા પ્રોજેક્ટ મૂકાયા તેમાંથી કેટલા મંજૂર થયા અને કેટલા નામંજૂર થયા તેની પાછળ ખર્ચ કેટલો થયો?
9. રાજકોટ મનપા હસ્તક કેટલા ફિલ્ટર પ્લાન્ટ છે તે પૈકી 20 વર્ષથી જૂના પ્લાન્ટ કેટલા છે? હાલ ક્યાં પ્લાન્ટનુ કામ ચાલુ છે અને બીજા પ્લાન્ટ બનાવવાનુ શુ આયોજન છે?
1. પાણીજન્ય રોગચાળાના કેસ છેલ્લા ૩૦ દિવસમાં કેટલા નોંધાયા છે? પી-ફોર્મ અને એલ-ફોર્મ ની વિગત આપવી.
2. મચ્છરજન્ય રોગચાળાના કેસ છેલ્લા ત્રણ માસમાં કેટલા નોંધાયાછે ? છેલ્લા એક વર્ષમાં કેટલાના મોત થયા છે?
3. રાજકોટ મહાનરપાલિકા દ્વારા ૩ મહિના પહેલા લોકાર્પણ થયેલા અંદાજિત ૩૬ આયુષ્યમાન આરોગ્ય ભવન કે જેમાં માસિક ભાડું સરેરાશ ૨૫૦૦૦ જેટલું ચૂકવવા માં આવે છે તેમ છતાં અડધા થી વધારે આરોગ્ય ભવનમાં ડોક્ટર નથી તો બધા ડોક્ટરની ભરતી ક્યાં સુધીમાં થય જશે?
પ્રશ્ન ક્રમાંક ૦૩ પ્રિ-મોનસૂન કામગીરી
1. શહેરમાં વરસાદી પાણી ભરાતું હોય તેવા સ્પોટ/સ્થળ કેટલા ? આ સ્પોટ/સ્થળે વરસાદી પાણી ન ભરાય તે માટે શું કાર્યવાહી કરી?
2. દર વર્ષે ચાલુ ચોમાસા દરમ્યાન તેમજ ચોમાસુ પૂર્ણ થયા બાદ રાજકોટના કરોડો રૂપિયાના રોડ તૂટીજતાં હોય છે આ કરોડો રુપિયાનું નુકશાન ન થાય તે માટે શું આયોજન ?
3. વોંકડા સફાઈ સમયસર થતી ન હોવાના કારણે સમસ્યા સર્જાતી હોય છે તો શું આ વખતે ન્કટા તંત્રએ કામગીરી કરવાની છે કે નહિ ?