નિજાનંદ પરિવારના પત્રકાર સંજયભાઈ ડાભી તરફથી દીકરી હેમાંગીના જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી જન્મદિવસની અનોખી ઉજવણી

દેશમાં દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસની ઉજવણી જુદી જુદી રીતે કરતો હોય છે ભાવનગરની નિજાનંદ પરિવાર દ્વારા તેમના સભ્યોને અપીલ કરેલી કે કે આપણા જન્મદિવસની ઉજવણી કોઈનું મુસ્કાન કરીને ઉજવીએ તે સાચો જન્મદિવસ ગણાય તારીખ 8 માર્ચ 2024 ના રોજ મહિલા દિવસ મહાશિવરાત્રી અને પત્રકાર સંજયભાઈ ડાભી ની દીકરી હેમાંગી નો જન્મદિવસ હોય તેમણે આ જન્મદિવસને સંવેદના રૂપ ઉજવણીનું નક્કી કરેલ તે મુજબ ભાવનગરના જવાહર મેદાનના ગરીબ વ્યક્તિઓને પૌષ્ટિક નાસ્તો આપી ઉજવણી કરી અને આ દીકરીએ અનેકને સાચો જન્મદિવસ ઉજવવા પ્રેરણા પૂરી પાડી છે

Leave a Comment