રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠેાડ સાહેબ નાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પો.ઈન્સ શ્રી વી. વી ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.હેઙકોન્સ.અનીલભાઇ ગુજરાતી,દિગ્વીજયસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરાનાઓને હકીકત મળેલ કે જીતેન્દ્રસીંહ નિર્મળસીંહ જાડેજા રહે.માણેકવાડા તા.કો.સા વાળો તેના કબ્જા ભોગવટાની અશોક લેલન્ડ કંપનીની દોસ્ત (પીક-અપ) વાહન રજી.નં-GJ-03-AW-4130 માં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે ભરી મોટામાંડવા ગામેથી માણેકવાડા ગામે આવનાર છે જે દરમ્યાન માણેકવાડા ગામે હકીકત વાળુ વાહન આવતા વાહન ચાલકને શંકા જતા વાહન પાછુ વાળી મોટામાંડવા ગામના કાચા રસ્તે ભગાડતા તેનો પીછો કરતા વાહન ચાલક તથા જીતેન્દ્રસીંહ નિર્મળસીંહ જાડેજા રહે.માણેકવાડા તા.કો.સા. વાળાઓ વાહન રેઢુ મુકી નાશી ગયેલ જે વાહનમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ નો જથ્થો મળી આવતા બન્ને વીરૂધ્ધ કોટડાસાંગાણી પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી- (૧) જીતેન્દ્રસીંહ નિર્મળસીંહ જાડેજા રહે.માણેકવાડા તા.કોટડાસાંગાણી
મુદ્દામાલ.
(૨) અશોક લેલન્ડ કંપનીની દોસ્ત (પીક-અપ) વાહન રજી.નં-GJ-03-AW-4130 નો ચાલક
(૧) ઇગ્લીશ દારૂની કંપની શીલપેક બોટલો નંગ-૩૪૮ કિ.રૂ. ૧,૬૨,૨૪૦/-
(૨) અશોક લેલન્ડ કંપનીની દોસ્ત (પીક-અપ) વાહન રજી.નં-GJ-03-AW-4130 વાળી કી.રૂ.૨,૦૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૬૨,૨૪૦/-
કામગીરી કરનાર ટીમ:-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા રવીદેવભાઇ બારડ તથા રોહીતભાઇ બકોત્રા તથા પો. હેડકોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા તથા ધર્મેશભાઇ બાવળીયા તથા ઘનશ્યામસીંહ જાડેજા તથા પો.કોન્સ.ભોજાભાઇ ત્રામટા તથા મથુરભાઇ વાસાણી તથા ભાવેશભાઇ મકવાણા તથા અનીરૂધ્ધસીંહ જાડેજા વી સ્ટાફનાઓ દ્રારા કરવામાં આવેલ છે