હવે તો શરમ કરો રોજબરોજ બનતા અકસ્માતના બનાવોથી બોધ પાઠ લ્યો:ટિમ ગબ્બર કાળઝાળ

 

*ભારત સરકાર તથા તમામ રાજ્યની સરકાર દ્વારા કાયદો બનાવી સ્પે. કોર્ટમાં રોજબરોજ કેસચલાવવારજુઆત*

વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાન,
કાયદામંત્રી,રાજયપાલ, તમામ રાજ્યના
મુખ્યમંત્રીઓ તમામ સાસંદ સભ્યોને લેખિત માં જાણ કરી જણાવેલ છે કે,તાજેતરમાં રાજકોટમાં ટીઆરપીમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાત જનક બનાવ બનેલ છે તે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે તેમાં ૧૩૨ લોકોના મૃત્યુ સૂરતની તક્ષસીલામાં ૨૨ બાળકોના મૃત્યુ અને વડોદરાના હરણી તળાવની ઘટનાની ૩૩ લોકોના મોત,કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ તથા બનાસકાંઠા માં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોનીશાહી હજુ સુકાઇ નથી ત્યાં રાજકોટના આ બનાવમાં ૨૯ જેટલા કુમળીવયના બાળકોની ચિચિયારીઓ થી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરી ટેક્સી,ટ્રક,એસ.ટી.બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યા કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડક અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યા કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓને બસ,હોડી કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડાઈવર,વાહન માલિક,કે એજન્સીના કોન્ટ્રાકટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકીંગ કરનાર મામલતદાર,નાયબ કલેકટર,કલેકટર,પોલીસ,આર.ટી.ઓ.ઇન્સપેક્ટર,ચીફઓફિસર,મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસુરવાન ગણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે આ ઉપરાંત જ્યાં જ્યાં જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં જેકેટ પહેરાવવામાં આવે તેમજ ઉડન ખટોલામાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા અમારી માંગ છે.અમારી આ રજુઆત લાગુ પડતા વીભાગોમાં તથા કચેરીઓમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More