*
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાત નામની લડાયક સંસ્થાના સ્થાપક કે.એચ.ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વિસાવદર સામુહિક આરોગ્યકેન્દ્રમાં છેલ્લા છ માસ જેટલા સમયથી એક્સરે મશીન બંધ હોય આ બાબતેઆરોગ્યમંત્રી, મુખ્યમંત્રી,સહિતનાને સમગ્ર ગુજરાતમાંથી પી.જી.પોર્ટલ મારફતે રજુઆત કરેલ અને સરકારના અને આરોગ્ય વિભાગના આસી. ડાયરેકટર નીલમ પટેલ સાથે ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીએ ટેલિફોનિક વાતચીત કરી અનેલેખિત રજુઆત કરી જણાવેલ કે,વિસાવદર શહેરની વસ્તી ૪૦ હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાં પૂરતો દવાઓનો સ્ટોક ફાળવવામાં આવતો ન હોય માગણી કરવા છતાં વિસાવદરનીજરૂરિયાતના પ્રમાણમાં ખૂબ જ ઓછો સ્ટોક ફાળવી વિસાવદરને કાયમી અન્યાય કરવામાં આવી રહેલ હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે અહીંના દવાખાનામાં છે એના કરતાં નથી તેવી દવાઓનો સ્ટોક તાત્કાલિક ફાળવવામાં આવે તેવી અમારી માગણી છે વિસાવદર તાલુકાના દર્દીઓ માટે સામાન્ય એવી સુવિધાઓ માટે વિસાવદરથી જૂનાગઢ જેવા દૂરના સ્થળે આવવું જવું ખૂબ જ કઠિન છે અને ગરીબ દર્દીઓને આ ખર્ચ પણ પોસાય તેમ ન હોય તેથી ગરીબ પ્રજાના હિતમાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ તથા જરૂરી ખૂટતી તમામ દવાઓ માંગણી મુજબની ફાળવવામાં આવે તેમજ એક્સરે મશીન છેલ્લા છ માસ જેટલા સમયથી બંધ હોય તેના કારણે લોકોને ખુબજ અગવડતા પડતી હોય અને બિન જરૂરી ખૂબ મોટો ખર્ચ કરી અન્ય પ્રાઇવેટ જગ્યાએ એક્સરે કઢાવવા જવું પડતું હોય તેથી આ બાબતે સ્થાનિક લોકો તરફથી પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયેલ ન હોય તેથી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા રજુઆત કરી છે અને આ બાબતે આસી. ડાયરેકટ નીલમ પટેલ સાહેબ દ્વારા પ્રશ્નનું તાત્કાલિક સોલ્યુશન લાવવા જણાવેલ હતું અને આ બાબતે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દવાખાનામાં તાત્કાલિક જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા આરોગ્ય વિભાગના આસી.ડાયરેકટર નીલમ પટેલનો પણ આભાર માનેલ હતો તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)
![ભાગવત ભૂમિ](https://secure.gravatar.com/avatar/0a7b601146069a0861ca5cc0771ea197?s=96&r=g&d=https://bhagvatbhumi.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)
Author: ભાગવત ભૂમિ
Hi