વિસાવદર કોર્ટમાં ૨૨મી જુને યોજાશે ભવ્ય લોક અદાલત

*વિસાવદર કોર્ટમાં ૨૨મી જુને યોજાશે ભવ્ય લોક અદાલત

વિસાવદર તા.

 

 


રાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિની માર્ગદર્શિકા મુજબ વિસાવદરની ત્રણેય કોર્ટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.૨૨/૦૬/૨૪ને શનિવારના રોજ ભવ્ય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પી.જી.વી.સી. એલ.કંપનીના વીજ બીલના તમામ પ્રકારના દાવાઓ તથા કોર્ટના હુકમ બાદ કોર્ટમાં કરવામાં આવેલી રકમ વસુલ કરવાની દરખાસ્તો તથા પાવરચોરીનું બિલ હોય તેવા ગ્રાહકોને વર્તમાન પી.જી.વી.સી.એલ. કંપનીની થ્રિ ટાયર સ્કીમ મુજબ રકમ ભરી ૨૦% કે વધુમાં વધુ રૂપિયા ૨૦,૦૦૦/- તે બન્ને માંથી જે ઓછું થતું હશે તેનો લાભ આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે તેમજ વીજ કંપનીના રકમ ભરવાના જુના કેસોમાં વ્યાજ,કોર્ટ ફી,વકીલ ફી માફ કરી આપવામાં આવનાર છે, બેંકોના લેણા અંગેના દાવાઓ અને દરખાસ્તોમાં તથા પક્ષકારો વચ્ચેના દીવાની દાવાઓ તથા ફોજદારી કબૂલાત પાત્ર કેસો અને પારિવારિક તકરારોને લગતી અરજીઓમાં પણ બંને પક્ષને યોગ્ય લાભ મળે અને તકરારનો સુખદ ઉકેલ લાવવામાં આવે તે માટે વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા છેલ્લા બે મહિનાથી આ અંગે પી.જી.વી.સી.એલ.ના બંને સબ ડીવીઝનના નાયબ ઇજનેરશ્રીઓ,બેંકોના મેનેજરશ્રીઓ, વકીલ મંડળ તથા પોલીસ વિભાગ સાથે મિટિંગો યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તથા અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે.એલ.શ્રીમાળી સાહેબ તથા ફેમિલી જજ શ્રી પી.વી.શ્રીવાસ્તવ સાહેબ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપી લોક અદાલતને સફળ બનાવવા માટે પ્રયત્નો થઇ રહેલ છે. ત્રણેય કોર્ટના સ્ટાફ તથા વિસાવદર બારના તમામ વકીલશ્રીઓ દ્વારા પણ અગાઉથી લોક અદાલતમાં મુકવા લાયક કેસો અંગે આગોતરું આયોજન કરી જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં રાખવા કે મુકવા માંગતા હોય તેવા પક્ષકારોને પોતાનો કેસ લોક અદાલતમાં રાખવા અંગેની જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી રહેલ છે. બેંકો,તથા પી.જી.વી. સી.એલ. કંપનીની કચેરીએ તથા પોલીસ કેસોમાં સમાધાન તથા કબુલાત માટેના કેસો માટે તથા પારિવારિક તકરારના કેસો,ભરણપોષણના કેસો,ઘરેલુ હિંસાના કેસો આ ઉપરાંત પતિ પત્ની વચ્ચે ચાલતા તમામ પ્રકારના કેસો, છૂટાછેડા, લગ્ન હક્ક પુરા કરવાના અને જ્યુડિશિયલ સેપ્રેશનના કેસો ઉપરાંત બાળકની કસ્ટડીના કેસો જેમાં વિસાવદર ફેમિલી કોર્ટમાં ચાલતા ભેસાણ, તથા મેંદરડા કોર્ટના કેસો સહિતના કેસોમાં સમાધાન કરી ઉકેલ લાવવા માટે જે તે કચેરીઓનો સંપર્ક કરવા અને વિકલ્પે તાલુકા કાનૂની સેવા સમિતિ, વિસાવદરના સેક્રેટરીશ્રી ચંદુભાઈ ભટ્ટીનો કોર્ટના સમય દરમિયાન સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More