ગોંડલ ઘટક બે ગામ ચરખડી માં બાલકપાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

બાળકોએ તૈયાર કરેલી કૃતિઓ બાળમેળામાં પ્રદર્શિત કરાય

રાજકોટ જિલ્લાના ગોંડલ ઘટક બેના ચરખડી ગામમાં બાલકપાલક સર્જન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શાળાકીય પૂર્વ તૈયારી ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ ઓથી માતા-પિતા વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા અને આંગણવાડીમાં બાળકોના નામકણમાં વધારો કરવો તેમજ નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીઓની ભાગીદારી વધારવા માટે બાળકો અને વાલીઓ માટે સંયુક્ત પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે ગોંડલ ઘટક બેના ચરખડી ગામની આંગણવાડીમાં બાળકોને લેખન વાંચન અને ગણન શીખવવા માટે બાળકોને સમૂહમાં વડે અને આંતરિક શિસ્ત કેળવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના બાળકો સાથે તેમના પરિવારજનો પણ જોડાયા હતા. બાળકો દ્વારા તૈયાર કરાયેલી કૃતિને બાળમેળામાં પ્રદર્શિત કરવામાં પણ આવી હતી ગોંડલ ઘટક બેના મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી સીડીપીઓ શ્રી કોમલબેન ઠક્કર ઇન્સ્ટ્રક્ટર હેમલતાબેન દાફડા હેતલબેન લુણાગરિયા તેમજ ચરખડી ગામના આગેવાન સરપંચ શ્રી વિનુભાઈ માવાણી તાલુકા પંચાયત સદસ્ય શ્રી દિવ્યેશભાઇ લીલા અને ચરખડી ગામના આંગણવાડી વર્કર શ્રી જલ્પાબેન પાચાણી ભારતીબેન સખીયા રીધી બેન ડાભી અને એકતાબેન તેમજ હેલ્પર ના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More