ઉત્તર પ્રદેશની સહારનપુર લોકસભા બેઠક (Saharanpur Seat) પર હારની સમીક્ષા કરતી વખતે ભાજપના ધારાસભ્ય ગોવિંદ નારાયણ શુક્લા (Govind Narayan Shukla)ની હાજરીમાં ભારે હોબાળો થયો છે. મળતા અહેવાલો મુજબ, સમીક્ષા બેઠકમાં પાર્ટીના કેટલાક કાર્યકરોએ ભાજપના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પર ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલને હરાવવાનો આરોપ લગાવ્યો છે. બેઠક દરમિયાન હોબાળાની સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે.ભાજપના નેતાઓએ જ પાર્ટીના ઉમેદવારને હરાવતા હોબાળોગોવિંદ નારાયણ ભાજપ (BJP)ના ઉમેદવાર રાઘવ લખનપાલ (Raghav Lakhanpal)ની હારની સમીક્ષા કરવા આજે સહારનપુર આવ્યા હતા. સર્કિટ હાઉસ ઓડિટોરિયમમાં બેઠકમાં આયોજન કરવામાં આવ્યું, જ્યાં હારની સમીક્ષા દરમિયાન સંગઠનના નેતાઓ વિરુદ્ધ લખનપાલને હરાવવાનો આરોપ લગાવાયો હતો.મંત્રી કુંવર બ્રિજેશ સિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયાબેઠકમાં શહેરના ધારાસભ્ય રાજીવ ગુમ્બર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવર બ્રિજેશ સિંહ (Kunwar Brijesh Singh) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હંગામા બાદ સમીક્ષા બેઠક રદ કરવામાં આવી છે. ત્યારબાદ ગોવિંદ નારાયણે બંધ રૂમમાં કાર્યકર્તાઓ અને અધિકારીઓ પાસેથી ફીડબેક મેળવી રહ્યા છે. અમે 2027 પહેલા ભાજપને મજબૂત કરીશું : ધારાસભ્ય શુક્લાબેઠક બાદ ગોવિંદ નારાયણ શુક્લાએ મીડિયા સમક્ષ બેઠક અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘અમારી પાર્ટીએ રાજ્યભરના કાર્યકર્તાઓ પાસેથી પ્રતિક્રિયા લીધી છે કે, જમીની વાસ્તવિકતા અને ચૂંટણીમાં શું ખામીઓ હતી? પાર્ટીના કાર્યકરો, મંડળ પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા થઈ રહી છે. અમે 2027 પહેલા આ ખામી સુધારીશું અને ભાજપને મજબૂત કરવા માટે મહેનત કરીશું.’લોકસભા ચૂંટણી પરિણામોમાં ઉત્તર પ્રદેશની સ્થિતિઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી સૌથી વધુ સમાજવાદી પાર્ટી (Samajwadi Party)એ 37 બેઠકો જીતી છે. જ્યારે ભાજપને 33, કોંગ્રેસ (Congress)ને છ, RLDને બે, આઝાદ સમાજ પાર્ટી અને અપના દળ (એસ)ને એક-એક બેઠક જીતી છે. માયાવતીની પાર્ટી બસપાનું ખાતું પણ ખૂલ્યું નથી. આ ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણીમાં જીતેલી ઘણી બેઠકો ગુમાવવી પડી છે.
Author: ભાગવત ભૂમિ
Hi