રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબનાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન હકીકત મળેલ કે સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજી નં-GJ-0૩-CA-0747 વાળીમાં દેશીદારૂ નો જથ્થો ભરી ગોંડલ તાલુકાના ભુણાવા ગામની ચોકડીએથી નીકળનાર છે જે દરમ્યાન હકીકત વાળી કાર નીકળતા રોકવા જતા કાર ચાલકે તેના હવાલાવાળી કાર ઉભી રાખેલ નહી અને કાર બીલીયાળા ગામ બાજુ નેશનલ હાઇવે ઉપર ભગાડેલ અને કાર યુ-ટર્ન મારી પુરેવર ફુડ પ્રા.લી. ની સામે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર જમણી સાઇડ બાજુ ડીવાઇડર ઉપર ચડાવી દિધેલ જે કારમાંથી દેશીદારૂ નો જથ્થો મળી આવતા કાર ચાલક વીરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.
*આરોપીઓ*- (૧) વીપુલભાઇ ધીરાભાઇ ઉઘરેજીયા જાતે.દે.પુ. ઉ.વ.૨૮ રહે.મુ.ડાકવડલા તા.ચોટીલા
જી.સુરેન્દ્રનગર
(૨) દોલુભાઇ ધીરૂભાઇ ગોવાળીયા રહે.મુ.ખાટડી તા.ચોટીલા (અટક કરવા પર બાકી)
*મુદ્દામાલ*
(૧) દેશીદારૂ લી.૪૦૦/- કિ.રૂ. ૮,૦૦૦/- તથા મો.ફોન કી.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦૦/-
(૨) સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સ્કોર્પીયો કાર રજી નં-GJ-0૩-CA-0747 વાળી કી.રૂ.૨,૦૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૧૪,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ:-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા પો. હેડકોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજયસીંહ રાઠોડ તથા વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહીપાલસીંહ ચુડાસમા વી. સ્ટાફનાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(વી.વી.ઓડેદરા)
પો.ઇન્સ.
એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય