*ગોંડલ શહેર યુવા ભાજપ પ્રમુખ જીગર સાટોડિયા દ્વારા ગોંડલમાં ખાલી પાડેલ સિટી સર્વે ની જગ્યા ભરવા માટે ઊચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ગોંડલ સિટી સર્વે કચેરીની અંદર એક સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ૧, શિરસ્તદાર અને ૬ સર્વેયર ની સરકારી કચેરીના રેકર્ડ મુજબ જગ્યા છે, તેમાંની ૨ જગ્યા ખાલી છે, તેમજ આ કચેરીના ૨ સર્વેયર ને જામનગર ડી આઇ.એલ.આર કચેરી તથા રાજકોટ ડી.આઇ. એલ.આર કચેરીમાં સેવામાં મુકેલ છે તેમજ હજુ એક અન્ય સર્વેયર જૂનાગઢ મૂકવાનો તેમની વડી કચેરી દ્વારા આદેશ કરેલ છે, આમ ગોંડલ ની પ્રજા ને હેરાન કરવા જે તે અધિકારી દ્વારા તઘલકી નિર્ણયો કરેલ હોય જેનાથી ગોંડલની પ્રજાની સ્થિતિ દયનીય બની ગયેલ છે, જેમાં ગોંડલ, જસદણ , વીંછિયા અને કોટડા સાંગાણી તાલુકા ના ગામો મળી કુલ ૨૫૦ ગામ ના વોર્ડ સિટી સરવે ગોંડલ ઓફીસ હેઠળ આવતા હોય, તો પણ આટલા કામના ભારણ વાળી જગ્યા છેલ્લા ૧૦-૧૫ વર્ષો થી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ગોંડલ ની જગ્યા ચાર્જ માં ચાલે છે તેમજ ૬ સર્વેયર માંથી હાલ ફકત ૨ સર્વેયર સિટી સરવે ઓફીસના ત્રણ તાલુકામાં ફરજ બજાવે છે, જેથી પ્રજાના હિતમાં તાત્કાલિક સિટી સર્વે ની કાયમી ધોરણે નિમણુક કરવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi