ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી શ્રી વિરલભાઈ ભટ્ટ (B.Com., LL.B., LL.M.) આજે પોતાના જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
વિદ્યાર્થીકાળથી જ લોકસેવા અર્થે રાજકીય ક્ષેત્રે જોડાયેલા વિરલભાઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત યુથ કોંગ્રેસ તથા સેવાદળના મહામંત્રી તરીકે કરી હતી અને શહેર પ્રાંત તેમજ પ્રદેશ કક્ષાની પોલીટીકલ જવાબદારી સંભાળી ચુક્યા છે.
તેઓએ રાજકોટ મહાનગરપાલિકામાં પાર્ટી કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી છેલ્લા ૧૦ વર્ષ સંભાળેલ છે સાથોસાથ તેઓએ લોકસભા, વિધાનસભા અને મહાનગરપાલિકાની ચુંટણીઓમાં વિશિષ્ટ જવાબદારી સંભાળી છે તેમજ રાજકોટ રિઅલ ડેવલોપર્સ એસોસિએશન (RRDA), સંસ્ક્રુટી (કુલ્લ્ડ ચા), વર્ડીકટ વિકટરી જંકશન (વી.વી.જંકશન), ચાણક્ય ઈલેકશન સોલ્યુશનસ, જય બાલાજી ઓલ ઇન વન કન્સલ્ટન્ટ, નોવા એગ્રો, ક્રોપેક્ષ એગ્રો સહિતની અગ્રણી પેઢીઓના લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છે તેમજ જય અંબે યાત્રા સંઘ (ભટ્ટ પરિવાર) – રાજકોટના પાયાના પથ્થર-કર્તાહર્તા, જય અંબે ફાઉન્ડેશન, એકતા મિત્ર મંડળ ટ્રસ્ટ, યુનિવર્સલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે એક જવાબદાર અને ફરજનિષ્ઠ જાગૃત યુવા સામાજિક અગ્રણી તરીકે સેવા આપી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં રિઅલ એસ્ટેટ કાયદાઓ લગત એડવોકેટ તરીકે સારી નામના ઘરાવતા વિરલ ભટ્ટને આજે તેમના ૩૨ માં જન્મદિવસ નિમિતે (મો. ૯૩૭૭૭૩૦૫૫૫) શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.
બીડાણ : ફોટો
Author: ભાગવત ભૂમિ
Hi