રાજકોટ જીલ્લા યુવા ભાજપ દ્વારા જીલ્લાના તમામ મંડલોમાં કારગીલ વિજય દિવસ અંતર્ગત મશાલ યાત્રા યોજાઈ.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની રાહબરીમાં રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તમામ તાલુકા અને નગરપાલિકાઓમાં તા.૨૫ જુલાઈના રોજ સાંજે મશાલ રેલી યોજીને કારગીલ વિજય સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી.
કારગીલ દિવસ અંતર્ગત વિજય સ્મૃતિ મશાલ રેલીમાં ગોંડલ ખાતે વિજય સ્મૃતિના પ્રતિક સ્વરૂપ કારગીલ વિજય સ્મૃતિ જ્યોત તા.૨૫ અને ૨૬ જુલાઈ બે દિવસ સતત પ્રજવલિત રાખવામાં આવી હતી અને તા.૨૬ જુલાઈના રોજ ગોંડલ ખાતે જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાના અધ્યક્ષસ્થાને પ્રદેશ કક્ષાએથી પ્રવક્તા અમોહભાઈ શાહે કારગીલ વિજય સ્મૃતિ દિવસ અંતર્ગત સ્મૃતિગોષ્ઠી કરીને માં ભોમ ખાતર રાષ્ટ્રહિતના બલિદાન આપેલ રાષ્ટ્ર સપૂતોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી જીલ્લાના તમામ કાર્યકર્તાઓને કારગીલ વિજય સ્મૃતિ દિવસ સમજણ આપી રાષ્ટ્રહિતમાં સંગઠનનો સંદેશો આપ્યો હતો.
આ ગોંડલ ખાતે યોજાયેલ કારગીલ વિજય સ્મૃતિ દિવસ સ્મૃતિગોષ્ઠી સભામાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ (વર્તમાન અને પૂર્વ), ધારાસભ્ય (વર્તમાન અને પૂર્વ), બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેક્ટર (વર્તમાન અને પૂર્વ), જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો (વર્તમાન અને પૂર્વ), જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ/સહ-ઇન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો (વર્તમાન અને પૂર્વ), બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી), મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય(ગ્રામીણ અને શહેરી), જીલ્લાના સક્રિય સભ્ય સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી રવિભાઈ માંકડિયા અને જીલ્લા ડોક્ટર સેલ કન્વીનર ડો.દિપકભાઈ પીપળીયાએ કર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ યાદીમાં જણાવે છે.
– આપના સુપ્રસિદ્ધ અખબારમાં ઉપરોક્ત પ્રેસ-નોટ શહેર/જીલ્લામાં પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી
સહકારની અપેક્ષા સહ આભાર
Author: ભાગવત ભૂમિ
Hi