હવે તારીખ પે તારીખનો જમાનો ગયો

*

*વિસાવદરવીજકંપનીના પાવરચોરીના દાવા માં માત્ર સાડત્રીસદિવસ માં જ રકમભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ*

વિસાવદરતા.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી.વી.સી. એલ.કંપની ના સબ ડિવિઝન નંબર (1)ના કાર્યક્ષેત્રમાં આવતા જુદા જુદા ગામના લોકો દ્વારા પોતાના રહેણાંકી મકાને પી.જી.વી.સી.એલ. કંપનીની હળવા દબાણની લાઈનમાં આંકડા મારી પીળા કલરના સર્વિસ વાયરને જોડી પોતાના રહેણાંકી મકાનમાં વીજ વપરાશ કરતા હોય આ બાબતે અંબાળા ગામના રાણીબેન મુળાભાઈ સૉદરવાને ત્યાં વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામે પાવરચોરીની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ ત્યારબાદ કંપની તરફથી બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર દર્શનાબેન વિસાવાડિયા દ્વારા વિસાવદર કોર્ટમાં પી.જી.વી.સી.એલ.ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.24/06/24ના રોજ દાવો દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદીને રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદી કોર્ટમાં હાજર રહેલા નહિ.
આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે સાડત્રીસ દિવસ જેટલા સમયમાં તેમની સામેનો દાવા ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર સાડત્રીસ દિવસમાં હુકમ કરતા હવે તારીખ પે તારીખનો જમાનો ગયો હોય તે રીતે પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષોસુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.