આજરોજ ગોંડલમાં સોની પરિવારના એકમાત્ર દીકરા એવા ભવિનભાઈ સોની દ્વારા 2016થી ચાલતા “સોનીલા ગરબા એકેડેમી” ખાતે “ફેમીલી ગરબા મહોત્સવ” નું આયોજન કરવામાં આવેલ હતુંજેમાં વિશાળ સંખ્યામાં દરેક ખેલૈયાઓ પોતાના પરિવારજનો સાથે આવીને ગરબા/દાંડીયારાસ રમ્યા. આ પ્રસંગને પાવન કરવા ગોંડલના ખેલૈયાઓ અને પરિવારની સાથે સાથે ભાવિનભાઈ ના આમંત્રણ ને માન આપીને પધારેલા ગોંડલના સોની સમાજના અગ્રણીઓમાં નલિનભાઈ જડીયા તથા માલતીબેન જડીયા, અબેદીનભાઈ હિરાણી તથા જૈનમબેન હિરાણી, અશોકભાઈ જડીયા, ભગવતભુમી ન્યૂઝ પેપેરના તંત્રી શ્રી પૃથ્વીસિંહ જાડેજા, પીયૂષભાઈ માંડલિયા, દીપેશભાઈ રાજપરા, ગોંડલમાં ‘માં આશાપુરા ગ્રુપ’ ચલાવતા એવા ઋષિભાઈ, યશપાલભાઈ તથા એમના મિત્રો અને ગોંડલના અગ્રણી એવા રીંકુ બેન અને ગટ્ટુ ભાઈ પણ તેમના પરિવાર સાથે પધારેલ હતા. આ ઉપરાંત ભાવિનસર ના આમંત્રણ ને માન આપીને ખાસ રાજકોટ થી સોની સમાજના અગ્રણી અને રાજકોટ માં દર વર્ષે બામ્બુ બીટ્સ નામે નવરાત્રીનું આયોજન કરતા એવા જીજ્ઞેશ ભાઈ વાગડીયા તેમના પરિવાર સાથે અને રવિભાઈ પાટડીયા પણ પધારેલ હતા.