મોરબી ૯મી ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆતઃ300 કિલોમીટરથી વધુની કોંગ્રેસની પદયાત્રા

• દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા:૨૩મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ત્યારે દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરુ થશે. જેમાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ – અમદાવાદથી પસાર થઇને ૨૩મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે. “ગુજરાત ન્યાય યાત્રા”માં કોંગ્રેસ પક્ષના હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભૂમિકા અદા કરી યાત્રામાં જોડાશે.
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈએ ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોરબીથી તારીખ ૯ ઓગસ્ટ થી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામાં રહેશે. પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી સાથે રહેશે. બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે. ૯ ઓગસ્ટે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા પુલે શરુ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે. ૧૫મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેનદ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમએ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.
મોરબીથી સવારે ૯:૦૦ વાગે શરૂ કરવામાં આવશે. તારીખ ૧૧ ઓગસ્ટે ટંકારા થઇ રાજકોટ ખાતે સાંજે પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. તારીખ ૧૨ ઓગસ્ટે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. તારીખે ૧૩ ઓગસ્ટે સુરેન્દ્રનગર જીલ્લાથી ન્યાયયાત્રા પ્રયાણ કરશે. સમગ્ર યાત્રામાં ‘ભાજપના પાપનો ઘડો’ રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચારની ફરિયાદો પ્રજા આ ઘડામાં નાખશે. ભાજપના પાપનો થડો હવે ભરાઈ ગયો છે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાય પણ ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.
રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરશે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.