41 ગૌશાળાની ગાયોને ઘાંસચારાનું વિતરણ: મેડીકલ કેમ્પનું આયોજન
ગોંડલ,તા.10
સૌરાષ્ટ્રભરમાં સેવાકીય કાર્યો કરી રહેલા આરએઆર ફાઉન્ડેશન નાં પ્રણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા)નો આજે જન્મદિવસ છે.નાની વય માં સેવાકીય કાર્યો માં મોટુ કામ કરનારા રાજદિપસિંહ જીવન સફર નાં 28 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.
આરએઆર ફાઉન્ડેશનનાં માધ્યમથી રાજદિપસિંહ જાડેજાએ આર્થિક નબળા વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક મદદ,ગૌશાળા માટે અબોલજીવની સેવા,શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવા પ્રયત્નશીલ, દર વર્ષે મેડીકલ, બ્લડકેમ્પ તથા મેડિકલ ચેકઅપ કેમ્પ નાં આયોજન કરવા,પર્યાવરણ અને જળસંરક્ષણ પ્રવૃતિઓ, યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી વ્યસનમુકતિ ઝુંબેશ સહિતનાં તેઓનાં કાર્યો સમાજમાં સરાહનીય બની રહ્યા છે.
આજે તેઓનાં જન્મદિવસ પ્રસંગે ગોંડલ પંથકની 41 ગૌશાળાઓમાં ગૌમાતાની સેવાઅર્થે ઘાસચારાનું વિતરણ તથા આર્થિક સહયોગ સાથે મેડીકલ સારવારનું આયોજન કરી અનોખીરીતે જન્મદિવસ ઉજવવા પ્રેરક આયોજન કરાયુ છે.મિતભાષી સ્વભાવ થી બહોળો મિત્ર વર્ગ અને ચાહના ધરાવતા રાજદિપસિંહ નાં જન્મદિવસ નિમીતે ખોબલે ખોબલે શુભેચ્છાઓ મળી રહી છે.
Author: ભાગવત ભૂમિ
Hi