ગોંડલ,
તાજેતર માં અમદાવાદ ખાતે આયોજિત 60 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પીયનશીપ માં રાયફલ તથા પિસ્ટલ શૂટિંગ ઇવેન્ટ માં રાજકોટ ડીસ્ટ્રીકટ રાયફલ એસોસિએશન ગોંડલ ના શૂટરો એ અભૂતપૂર્વ દેખાવ કરી ને 15 ગોલ્ડ, 10 સિલ્વર તથા 11 બ્રોન્ઝ મેડલ આમ કુલ 36 મેડલો મેળવી ને રાજકોટ તથા સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવેલ છે.
તમામ શૂટરો પૈકી માનવ પટેલ ને ત્રણ ગોલ્ડ તથા તનિષ્કા પટેલ અને યુગ મકવાણા ને બે બે ગોલ્ડ મેડલ મળેલ છે. તદુપરાંત આચાર્યશ્રી ઘનશ્યામજી તથા હિરલ રાણપરા, સિયા ડાંગર, સાવન અકબરી, સૌમ્યા ચંદારાણા, હિતેક્ષા પરમાર, ચેતનસિંહ જાડેજા દરેક ને પણ અલગ અલગ ઇવેન્ટ માં એક એક ગોલ્ડ મેડલ મળેલ છે, જે રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્ર તથા શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ રાયફલ એસોસિએશન માટે ગૌરવ ની વાત છે.