રાજકોટ શહેરમાં ન્યાય યાત્રાનું આગમન જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસેથી શહેર કોંગ્રેસ સમિતિએ ધ્વજ લઇ રાજકોટ શહેરમાં પદયાત્રા ફરી

 

હકડેઠઠ મેદની વચ્ચે ત્રિકોણબાગમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિતિમાં જંગી સંવેદના સભા યોજાઈ**
**તમામ કાર્યકરો અને શહેરની જનતાનો રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આભાર વ્યક્ત કર્યો**
**પદયાત્રીઓએ ગેમિંગ ઝોન ખાતે બનાવના સ્થળે આજ રોજ શ્રદ્ધાંજલિ પાઠવી*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા ન્યાયકા હક મિલને તક શરૂ થયેલી પદયાત્રા પીડિત પરિવારો સાથે રાજકોટ શહેરમાં પ્રવેશી હતી અને રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર પદયાત્રા ફરી હતી જેમાં રાજકોટના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોક થી હોસ્પિટલ ચોક થઈ અને રાજકોટ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે વિશાળ જંગી મેદની સાથે સંવેદના સભા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી જેમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને રાજકોટની જનતાનું શબ્દો દ્વારા સ્વાગત કરાયા બાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય માટે લડત ચલાવનારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ શ્રી પાલભાઈ આંબલીયા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં જુદી જુદી ઘટનાઓમાં જે બનાવો બન્યા છે તે એકેયમાં પીડિત પરિવારોને ન્યાય મળેલ નથી બાળકો અને યુવાનો આ અગ્નિકાંડમાં હોમાયા તેની શું પરિસ્થિતિ અસર થઈ શકે સરકાર સમજી શકતી નથી સરકારની કમિટીઓ ફક્ત કાગળ પર છે ન્યાય મળતો નથી. ભાજપના ભ્રષ્ટાચારી પદાધિકારીઓને બચાવવા એક પણ અધિકારી હિંમત વાળો ન નીકળ્યો કમિટી બની તપાસો ગાડીઓ મુખ્ય આરોપી સુધી ન પહોંચી શક્યો. પીડિત પરિવારો સૌથી આગળ ચાલતા હતા કોંગ્રેસ પાછળ ચાલતી હતી ન્યાય માટેની લડાઈ લડવા કોંગ્રેસની તમામ તૈયારીઓ છે.
લલિત વસોયા :- પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં બનેલી દર્દનાક ઘટનામાં ભાજપ દ્વારા જે કમિટી રચી છે તેમાં કોઈ જગ્યાએ ભાજપના પદાધિકારીઓનું ધરપકડ થઈ નથી સાગઠીયા એ મોહરું છે સાગઠીયા ને મળવા પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ આજે પણ જઈ રહ્યા છે
હરપાલસિંહ ચુડાસમા – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારી છે અને આ જે કાંઈ ઘટનાઓ ઘટી છે તેમાં સિદ્ધિ કે આડકતરી રીતે ભાજપના પદાધિકારીઓને સંડવણી સાબિત થઈ છે. રેલી ન્યાય અને અધિકારની વાતો લઈને ગાંધીનગર પહોંચી જવાની છે કોંગ્રેસ છે પીડિત પરિવારોની તાકાત બનશે.
ઈન્દ્રનીલ રાજગુરુ :- રાજકોટના પૂર્વ ધારાસભ્ય હાથ સે હાથ જોડોના ગુજરાત પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે રાજકોટમાં ભાજપ ભ્રષ્ટાચારમાં ગડાડુબ છે. ભારતીય જનતા પક્ષ ભ્રષ્ટાચાર માંથી બહાર નીકળી શકે તેમ છે નહીં ગુજરાતમાં નાગરિકોના મોત થાય તો વાંધો નથી પરંતુ ભાજપનો ભ્રષ્ટાચાર બંધ ન થવો જોઈએ ભાજપ ભ્રષ્ટાચાર કરનારા ને બચાવી રહી છે રાજકોટ એ બંધ પાડી ભાજપને જવાબ આપી દીધો છે. પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા ગેમ ઝોનના મુખ્ય આરોપી જેલમાં રહેલા સાગઠીયા ને મળવા જાય એ શું બતાવે છે ?
અનિરુદ્ધસિંહ જાડેજા :- પીડિત પરિવારોના ધોલના અનિરુદ્ધસિંહ જાડેજા આવ્યું હતું કે ભાજપ અમોને દબાવી દેવા માંગે છે અને પોલીસને હાથો બનાવે છે પરંતુ અમે ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસની સાથે છીએ રાહુલ ગાંધીને મળ્યા બાદ ભાજપ એક્શનમાં આવેલ હતું અને અમને મુખ્યમંત્રીનું તેડું આવ્યું હતું ત્યાં સુધી કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમોને મળવા આવેલ નહીં. અત્યંત જ્વેલનશીલ પદાર્થ પેટ્રોલનો જથ્થો ઘટના સ્થળેથી મળ્યો હતો તે પ્રકરણમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે એટલું જ નહીં દારૂનો જથ્થો અને બિયર પણ ઘટના સ્થળેથી મળ્યા હતા ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાગળ પર છે
કમલેશભાઈ કાથડ :- પીડિત પરિવારના કમલેશભાઈ કાથડે જણાવ્યું હતું કે લડેગે જીતેંગે ન્યાયત્રામાં અમે લડતા રહેશું અને જે કોઈ અધિકારીઓ આમાં હશે તેવા અધિકારીઓને છોડશું નહીં રાજકોટ શહેરના પોલીસ કમિશનરના આદેશથી નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ નો બંધ પહેલા વિડીયો વાયરલ થયો હતો અને બંધ ન પાડવા જ પોલીસે એડી ચોટી નું જોર લગાડેલ હતું. આ ટીઆરપી ગેમ જોનમાં સૌથી વધુ આંકડો મૃત્યુને ભેટેલ હોવા છતાં ફક્ત 27 નો આંકડો સરકારે બતાવેલ છે
મોરબી ની મચ્છુ પુલની ઘટનાના વિવિધ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમો પ્રથમ પુણ્યતિથિએ અમદાવાદ જતા હતા ત્યારે જ કોઈ જાહેર સભા યોજવાની નહીં રેલી કાઢવાની નહીં આ રીતે અમોને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે આ દેશના નાગરિક છે કોઈથી દબાવવાના નથી અને ન્યાય માટે હર હંમેશ કોંગ્રેસની સાથે છીએ.
વોર્ડ નંબર 11 માંથી દીપ્તિબેન વઘાસીયા સહિત 50 બહેનો ભાજપના ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હોય તેઓને આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા.
જીગ્નેશ મેવાણી :- વડગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મોરબી થી ચાલી રહેલી આ સંઘર્ષ યાત્રીઓ રાજકોટમાં જ્યારે આવી છે ત્યારે તમામ મીડિયા કવરેજ કરનારા મિત્ર પત્રકાર મિત્રોનો સલામ કરું છું તક્ષશિલા અગ્નિકાંડ મોરબી કાડમાં તમામ પ્રકરણોની અંદર જાણીબુજીને તપાસમાં ફિંડલુ વાળી રહ્યા છે તમામ પરિવારો ન્યાય આપવા માટે તપાસ જે લોકો ડ્રગ્સ માંથી નથી કમાયા જમીનોમાંથી ફાઈલોમાંથી કમાયા નિષ્ઠાવાન અધિકારીઓને તપાસ સોંપવાના બદલે મુખ્યમંત્રી અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને શું પેટમાં દુખે છે ? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીળી પરિવારની સાથે ન્યાય માટે લડતા રહેશું તિરંગા નું સન્માન કરવાની જવાબદારી ભાજપના ગદ્દારોને નથી કોંગ્રેસનો સિપાઈ સ્વતંત્રતાની લડાઈમાં સામી છાતીએ ગોળી ખાતો હતો
લાલજીભાઈ દેસાઈ :- ગુજરાત કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ન્યાય અને અન્યાય ધર્મ અને અધર્મની આ લડાઈ મોરબી થી લડતનું પ્રારંભ ક્રાંતિ સભાથી થઈ આજે રાજકોટમાં સંવેદના સભા યોજાય છે આ સભામાં ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર મિત્રો અને રાજકોટની જનતાનો આભાર માનું છું ભાજપ પીડા આપતી રહેશે પરંતુ પીડા ની સામે અમારી લડાઈ હંમેશા ચાલુ રહેશે પહેલે લડે થે ગોરો છે અબ લડકે ચોરો છે ભાજપના આ ભ્રષ્ટાચારી આંખલાઓ ગોચર ચરી ગયા છે. દરિયાકાંઠો ખાઈ ગયા છે. તિરંગા યાત્રા એ ડિંડક અને તૂત છે તિરંગા નુ અપમાન થયું છે આપણી પાસે દેશભક્તિનું સર્ટીફીકેટ માગવા નીકળે છે કુરબાની અને ગદ્દારી કેટલો ફર્ક છે આઝાદી માટે કોંગ્રેસની એકતા અખંડિતતા માટે ગાંધી પરિવારે કુરબાની આપી છે જ્યારે આજની સરકારે લલિત મોદી નીરવ મોદી અને નરેન્દ્ર મોદી જેવા લૂંટારાઓ આપ્યા છે 15 દિવસે ઘડો ભરાશે પરંતુ બે દિવસમાં ભ્રષ્ટાચારનો ઘડો ભરાઈ ગયો છે. ભાજપના કાર્યકરોને તિરંગા નું સન્માન કેમ જળવાય તે કોંગ્રેસ સેવા દરના કાર્યકરો શીખવશે.
શક્તિસિંહ ગોહિલ :- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે હું એરપોર્ટ થી નીકળ્યો ત્યારે તમામ જગ્યાએ આજુબાજુમાં બધે વરસાદ છે પરંતુ અહીં વરસાદ છે નહી એટલે ઉપરવાળો પણ આપણું ધ્યાન રાખે છે સત્યની લડાઈમાં હંમેશા શિવજીનો સાથ હોય છે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપનારા ભાજપ ના પદાધિકારીઓને લોકોની તકલીફ શું છે તે જાણવાની ચેષ્ટા નથી એસી ચેમ્બર્સ પ્રેસ કોન્ફરન્સ કે એરોપ્લેનમાં ફરવાથી પ્રજા ની તકલીફ દૂર થતી નથી ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે માટે પદયાત્રા કરવી પડે કોંગ્રેસ પરિવાર પદયાત્રામાં નીકળે તો મને ગૌરવ થાય રાહુલ ગાંધીએ કન્યા કુમારથી કાશ્મીર સુધી 8500 km ની પદયાત્રા કરી છે જે દુનિયામાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા આટલું ચાલ્યો નથી આ દરેક કાંડમાં સંવેદશીલતા જોઈએ સત્તાધીશોની આંખમાં આંસુ આવવા જોઈએ રાજકોટમાં કોંગ્રેસીઓ અને પ્રયાસોથી હાથ જોડી વેપારીઓ અને આમ પ્રજાએ રાજકોટ સદંતર અને ઝડપ બંધ કરી વેપારીઓ શ્રદ્ધાંજલિ પાઠવતા સત્તાધીશોને લોકશાહી હજુ જીવંત છે તે દેખાડી દીધું છે પ્લેટિનમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત પર ખાતર બિયારણ ઉપર જીએસટી ન ઘટાડે હેલ્થ ઇન્સ્યોરન્સ માં 18% જીએસટી ન ઘટાડે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવો પડે આરોગ્યના વીમા પર 18% જીએસટી દૂર કરવાની સરકારને તેવડ નથી જનતાના કોઈ પણ પ્રજા લક્ષી મુદ્દાઓ મારો કોંગ્રેસનું કાર્યકર ઉઠાવતો રહેશે અને કોંગ્રેસની વિચારધારામાં સત્તા એ ધ્યેય નથી પરંતુ અંગ્રેજો સામે લડતા ત્યારે પણ સત્તા હાસીલ કરવા નહીં પરંતુ આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યા છે. પદયાત્રા દરમિયાન ભાજપના પાપનો ઘડો ભરાતો જાય છે અને તેમાં આવેલા તમામ પ્રશ્નો જે સંસદ લેવલના હશે તે હું અને ગેનીબેન જ્યારે ધારાસભ્ય કક્ષાના જે કાંઈ પ્રશ્નો હશે તે વિરોધ પક્ષના વિધાનસભાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્યો સરકાર સામે જવાબ માગશે. તિરંગા યાત્રા બાબતે ગોહિલે જણાવ્યું હતું કે દેશભક્તિનો દાજ તો દિલમાં હોવો જોઈએ તિરંગા યાત્રામાં ભાજપ દ્વારા રાષ્ટ્રધ્વજ નું અપમાન થયું છે સોશિયલ મીડિયામાં આવેલ અહેવાલ મુજબ બુટના ઘોડામાં રાષ્ટ્રધ્વજ ખડકી દેવામાં આવ્યા હતા.
તદુપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ એ પણ પણ ભાજપના ભ્રષ્ટાચારો સામે આકરા પ્રહારો કર્યા હતા.
અંતમાં રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા એ આભાર વિધિ કરી હતી.
રાજકોટ શહેરમાં નાગર બોર્ડિંગ ખાતે પદયાત્રીકોનો રાત્રી રોકાણ હોય આજે સવારે 12/8 પદયાત્રીઓ ગેમીંગ ઝોન ખાતે જે સ્થળે ઘટના બની તે સ્થળે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદના આજના કાર્યક્રમ મુજબ કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથ પરા, ચુનારાવાડ ચોક, સંત કબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, થઈ કુવાડવા રોડ અમદાવાદ હાઈવે પર પદયાત્રિઓએ પ્રસ્થાન કર્યું હતું.
રાજકોટમાં સંવેદના સભામાં એઆઇસીસી ના રાજકોટના પ્રભારી પુંજાભાઈ વંશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુભાઈ વડોદરિયા, બીપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો, ફન્ટલ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટની જનતા બહોળી સંખ્યામાં ત્રિકોણબાગમાં ઉપસ્થિત રહી હતી. જેમાં રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, જાવેદ પીરજાદા, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડોક્ટર હેમાંગ વસાવડા, શૈલેષભાઈ કપુરીયા, રાજુભાઈ ચાવડીયા, યુનૂશભાઈ જુણેજા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, નરેશભાઈ સાગઠીયા, નયનાબા જાડેજા, મનીષાબા વાળા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન સુરેશભાઈ ગેરૈયા, જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ સોલંકી, રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઈ વોરા, દીપકભાઈ ઘવા, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ, ગોવિંદભાઈ સભાયા, મકબુલભાઈ દાઉદાણી, કોમલબેન હરેશભાઈ ભારાઈ, કેતનભાઇ તાળા, જશવંતસિંહ ભટ્ટી, નિશાબેન સોલંકી, જસુબા વાંક, જીગ્નેશભાઈ ડોડીયા, ગોપાલ અનડકટ, હિરલબેન રાઠોડ, જગાભાઈ મોરી, પ્રફુલાબેન ચૌહાણ, ઘનશ્યામસિંહ જાડેજા, સલીમભાઈ કારિયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ બથવાર, ડી પી મકવાણા, રોહિતસિંહ રાજપુત, વિજય સિંહ જાડેજા, હબીબ કટારીયા, અહેસાનભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને જહેમત ઉઠાવી હતી.

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More