તા.૨૬/૦૮/૨૦૨૪ના રોજ રાજકોટ શહેરની મટકી ફોડ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ૧ થી ૫ વિજેતાઓને રોકડ પુરષ્કાર આપવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં તા.૨૪/૦૮/૨૦૨૪ થી તા.૨૮/૦૮/૨૦૨૪ સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત (૧) તા.૨૪/૦૮/૨૦૨૪, શનિવારના રોજ “હર હર મહાદેવ શિવ આરાધના” કાર્યક્રમ પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (૨)તા.૨૫/૦૮/૨૦૨૪ ના રોજ લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા “લોકડાયરો” પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે. તેમજ (૩) તા.૨૬/૦૮/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરની મટકી ફોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ૧ થી ૫ વિજેતાઓને રોકડ પુરષ્કાર આપવામાં આવશે. મટકી ફોડ કાર્યક્રમ માટે તા.૨૧/૦૮/૨૦૨૪ થી ૨૩/૦૮/૨૦૨૪ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્કૃતીક વિભાગ, સેંટ્રલ ઝોન ખાતે વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.