•
• વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનોમાં શ્રી હરિસિંહ અર્જુનસિંહ રાજ, શ્રી જયેન્દ્રસિંહ જીતસિંહ રણા, મહેન્દ્રસિંહ રણધીરસિંહ વાંસદિયા, શ્રી મુકેશકુમાર મુળશંકરભાઈ ભટ્ટ, શ્રી ભરતસિંહ અશોકસિંહ ચાવડા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે હાથ સે હાથ જોડોના કન્વીનર શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ભાસ્કર ભટ્ટ, કરજણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગોહિલ હર્ષદસિંહ સુજાનસિંહ (કાલુભાઈ), કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ અમીન, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા-૨૦૨૨ના ઉમેદવાર શ્રી પિન્ટુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.