આઝાદીની પૂર્વ સંધ્યાએ ૧૪ ઓગષ્ટ એટલે ગુજરાત પ્રદેશ ભારતીયજનતા પાર્ટી દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” આઝાદી પહેલાનીયાતનાઓ–અત્યાચારોને આજની પેઢી માહિતી મળી શકે તે માટેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશની જવાબદારી સંભાળી રહ્યાછે ત્યારથી ભાજપ દ્વારા આ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”નોકાર્યક્રમ રાખે છે. તે સમયની હકીકતોને યાદ કરીને આ કાર્યક્રમના મુખ્યવક્તા પ્રદેશના પૂર્વ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી આઈ.કે.જાડેજા સાહેબની અધ્યક્ષતામાં તથા રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ અનેજીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાંમાર્કેટિંગયાર્ડ,ગોંડલ ખાતે “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” અંતર્ગતસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત રાજકોટજીલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી આઈ.કે.જાડેજા સાહેબ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધતાજણાવેલ કે, અન્ય દેશોની જેમ ભારત અખંડ દેશ હતો. અફઘાન આપણુંહતું, દેશના વિભાજનમાં જવાહરલાલ નહેરુ,મહમદઅલી ઝીન્નાએ દેશનેઅનેક વખત નુકસાન પહોંચાડ્યું છે. નેહરુની સરકારમાં શ્યામાપ્રસાદમુખર્જી, ડો.આંબેડકર સાહેબ જેવા હતા. પરંતુ તેમના નિર્ણયોથી ખુશ નહતા કારણ કે નહેરુ તુષ્ટીકરણની રાજનીતિ કરતા હતા. ઇન્દિરાજીની હત્યાપછી સહાનુભૂતિમાં તેમની સરકાર બની પછી જેટલી પણ સરકારો આવીતે પોતાના સ્વાર્થ માટે, પોતાની માગણીઓ લઈ કામો કરવાવાળી સરકારઆવી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રથમવાર સ્થિરસરકાર બની નરેન્દ્રભાઈએ દેશહિત માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધાછે. આજે પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ પાયમાલ થઈ ગયું છે. વિભાજનવખતે આપણા હિન્દુઓ પર અનેક વખત અત્યાચારો થયા, જાહેરમાંલોકોને મારી નાખ્યા, ખાસ કરીને બહેનો–બાળકો ઉપર વધુ અત્યાચારોથયા, તેમની આંખો ફોડી નાખી, બળાત્કારો થયા, તેમને સળગાવી નાખ્યાઆવા અત્યાચારોથી બચીને ભારતમાં આવ્યા.
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાએ વધુમાંજણાવેલ કે, આ દિવસને આપણે ૧૪મી ઓગસ્ટ શ્રદ્ધા સુમન અર્પણકરીએ છીએ, આપણે જાગૃત રહીશું અને એ દિવસ ફરીથી ન આવે તેમાટે શપથ લઈશું. વિભાજન થયું ત્યારે ૨૦ લાખ લોકોની હત્યા કરવામાંઆવી, બે કરોડ લોકોએ હિજરત કરી, આવો રક્તરંજીત ઇતિહાસ માટેજવાહરલાલ નહેરુથી માંડી કોંગ્રેસના તમામ લોકો જવાબદાર છે. આજનીબાંગ્લાદેશની સ્થિતિ વિશે જણાવેલ કે આજે ત્યાં હિન્દુ સમાજની શક્તિજોઈ ગર્વથી સ્વાભિમાનથી ત્યાં લોકો જીવી રહ્યા છે, હિન્દુ એકછે.આઝાદીના ઇતિહાસથી વિભાજનની કરુણાતિકા આવી ગોજારીઘટનાને “વિભાજન વિભીષિકા સ્મૃતિ” દિવસ એટલે પીડાદાયક ઘટના છે.
આ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” કાર્યક્રમમાં પ્રદેશ તેમજ જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા સેલના કન્વીનર,સહ-કન્વીનરશ્રીઓ, મંડલના પ્રભારીશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ જીલ્લા તેમજ મંડલના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાકર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ, સહ–ઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.